‘મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદો’, શિવસેનાના બે નેતા પર ફાયરિંગ બાદ ઉદ્ધવ ઠાકરે ભડક્યા

મહારાષ્ટ્રમાં બે નેતા પર ગોળીબારની ઘટનાઓ બાદ રાજકીય તોફાન, ઉદ્ધવ ઠાકરેએ શિંદે સરકાર પર સાધ્યું નિશાન

ઠાકરે જૂથના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ગૃહમંત્રીને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર તાત્કાલીક હસ્તક્ષેપ કરવાની માંગ કરી

Updated: Feb 10th, 2024


Google NewsGoogle News
‘મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદો’, શિવસેનાના બે નેતા પર ફાયરિંગ બાદ ઉદ્ધવ ઠાકરે ભડક્યા 1 - image


Maharashtra Firing Case : મહારાષ્ટ્રમાં શિવસેનાના બે નેતાઓ પર ગોળીબારની ઘટના બાદ વિપક્ષો આક્રમક બન્યા છે. રાજ્યમાં કાયદો-વ્યવસ્થાના લીરે લીરા ઉડ્યા હોવાના આક્ષેપો કરી શિંદે સરકારને ઘેરવાનો પ્રાયસ કરી રહ્યા છે. શિવસેના યુબીટી (Shiv Sena UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ પણ એકનાથ શિંદે સરકાર (CM Eknath Shinde Government) પર નિશાન સાધી કહ્યું કે, ‘મહારાષ્ટ્રની સરકારને બરખાસ્ત કરી દેવી જોઈએ. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદી દેવું જોઈએ, ત્યારબાદ રાજ્યમાં નવેસરથી ચૂંટણી યોજવામાં આવે.’

સરકાર ગુંડાઓને છાવરી રહી છે : ઉદ્ધવ ઠાકરે

ગુરુવારે સાંજે મહારાષ્ટ્રના દહિસરમાં શિવસેના યુબીટીના એક નેતાની ગોળીમારી હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ રાજ્યમાં કાયદો-વ્યવસ્થા મુદ્દે વિપક્ષો આક્રમક થયા છે. ઉદ્ધવ ઠાકરેએ રાજ્ય સરકાર પર ગુંડાઓને છાવરતા હોવાનો આક્ષેપ કર્યો છે. શિવસેના યુબીટી સાંસદ પ્રિયંકા ચતુર્વેદી (Priyanka Chaturvedi)એ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)ને પત્ર લખી મહારાષ્ટ્રમાં બેકાબુ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર તાત્કાલીક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે.

મહારાષ્ટ્રમાં બે નેતા પર ગોળીબારની ઘટનાઓ બાદ રાજકીય તોફાન

મહારાષ્ટ્રમાં શિવસેનાના બે નેતાઓ પર ગોળીબાર બાદ રાજકીય તોફાન ચાલી રહ્યું છે. ગુરુવારે સાંજે શિવસેના (યુબીટી)ના નેતા હત્યા કરવામાં આવી હતી. સ્થાનીક વ્યવસાયી અને સામાજિક કાર્યકર્તા મૌરિસ નોરોન્હાએ ફેસબુક લાઈવ દરમિયાન તેમની ગોળીમારી હત્યા કરી હતી. ત્યાર હત્યારાએ પણ આત્મહત્યા કરી લીધી હતી. આ અગાઉ ભાજપ ધારાસભ્ય ગણપત ગાયકવાડે જમીન વિવાદ અને રાજકીય વિરોધની અદાવતમાં એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાના સ્થાનીક નેતા પર આડેધડ ફાયરિંગ કરી ઈજાગ્રસ્ત કર્યો હતો. આ ઘટના મુંબઈના ઉલ્લાસનગરના એક પોલીસ સ્ટેશનમાં બની હતી.


Google NewsGoogle News