Get The App

LAC પરથી આવ્યા સારા સમાચાર, બંને દેશોના સૈનિકો પરત ફર્યા, હંગામી નિર્માણ દૂર કરાયું

Updated: Oct 29th, 2024


Google NewsGoogle News
LAC પરથી આવ્યા સારા સમાચાર, બંને દેશોના સૈનિકો પરત ફર્યા, હંગામી નિર્માણ દૂર કરાયું 1 - image


India China Disengagement : પૂર્વ લદાખના દેપસાંગ અને ડેમચોક વિસ્તારમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે પીછે હટવાની પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ચૂકી છે. રક્ષા સૂત્રોએ ખાનગી ન્યૂઝ એજન્સીને જણાવ્યું છે કે, ભારતીય સેના અને ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) બન્ને હાલમાં વાસ્તવિક નિયંત્રણ રેખા(LAC)ની પાસે સંવેદનશીલ વિસ્તારોમાં સેનાની વાપસી અને સૈન્ય અસ્થાયી નિર્માણને ખતમ કરવાની પુષ્ટી કરી રહી છે.

રક્ષા સૂત્રોના અનુસાર, પૂર્વ લદાખ સેક્ટરના દેપસાંગ અને ડેમચોક વિસ્તારમાં સૈનિકોની વાપસીની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. ભારત અને ચીનની સેનાઓ ત્યાંથી પોતપોતાની જગ્યા ખાલી કરવા અને અસ્થાયી બાંધકામને હટાવવાની પુષ્ટિ કરી રહી છે.

ચકાસણી પ્રક્રિયા બન્ને સેનાઓ દ્વારા સંયુક્ત રીતે સંચાલિત કરાશે, જેમાં એ પુષ્ટિ કરવાનું સામેલ છે કે સહમત શરતો અનુસાર પદોને ખાલી કરી દેવાયા છે અને નિર્માણને હટાવી દેવાયા છે. સૂત્રોએ કહ્યું કે, વિશ્વાસના આધાર પર કામ કરાઈ રહ્યું છે.

આ પણ વાંચો : ચીનને 'વન ચાઈલ્ડ પોલિસી' ભારે પડી, જન્મદરમાં તીવ્ર ઘટાડો, હજારો કિંડરગાર્ટન્સ બંધ કરાયા

ગલવાન વિસ્તાર સહિત ચાર બરફ ઝોન અંગે હજુ સુધી કોઈ ચર્ચા થઈ નથી. સૂત્રોએ કહ્યું છે કે, કોર કમાન્ડર સ્તર પર ચર્ચા બરફ ઝોનમાં પેટ્રોલિંગ ફરી શરુ કરવાની સંભાવના પર નિર્ણય કરશે, જે ડેમચોક અને દેપસાંગ વિસ્તારમાં પેટ્રોલિંગની સફળ શરુઆત બાદ થશે.

બંને દેશના સ્થાનિક સૈન્ય કમાન્ડર દિવસ માટે નક્કી કાર્યોના સમન્વય કરવા માટે દરરોજ સવારે હોટલાઇન પર દૈનિક ચર્ચામાં લાગેલા છે. આ સાથે તેઓ પ્રોટોકોલની સમીક્ષા અને ગોઠવણી માટે દરરોજ એક કે બે વખત નિર્દિષ્ટ બિંદુઓ પર વ્યક્તિગત બેઠક કરે છે.

જણાવી દઈએ કે, આ ઘટનાક્રમ વિદેશ મંત્રી એસ. જયશંકર દ્વારા 27 ઑક્ટોબરે કહેવાયું હતું કે, ભારત અને ચીન ટૂંક સમયમાં જ લદાખમાં LAC પર પેટ્રોલિંગ ફરી શરુ કરશે, જે એપ્રિલ 2020માં બોર્ડર ઘર્ષણ થયા પહેલાની વ્યવસ્થાને પુનઃસ્થાપિત કરશે.

આ પણ વાંચો : ભારત-ચીન અથડામણ પર સંસદમાં ચર્ચા માટે છેલ્લા ચાર વર્ષમાં મંજુરી અપાઈ નથી

ગત અઠવાડિયે ભારતે જાહેરાત કરી હતી કે, પૂર્વ લદાખમાં LAC પર પેટ્રોલિંગ કરવા માટે ચીનની સાથે સમજૂતી કરી લેવાઈ છે, જે આ વિસ્તારમાં ચાર વર્ષથી ચાલી રહેલી સૈન્ય ઘર્ષણને સમાપ્ત કરવામાં એક મોટી સફળતા છે.


Google NewsGoogle News