પહલગામ હુમલા બાદ પાકિસ્તાનમાં શું ટ્રેડ થઈ રહ્યું છે? ગૂગલ પર ધડાધડ આ સર્ચ કરી રહ્યા છે લોકો
Pahalgam Terror Attack: જમ્મુ કાશ્મીરના પહલગામમાં મંગળવારે થયેલા આતંકી હુમલા બાદ ભારતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો ગુસ્સો નીકાળી રહ્યા છે. મોટાભાગના લોકો પાકિસ્તાન અને ત્યાં વધી રહેલા આતંકી સંગઠનોને લઈને નારાજગી દર્શાવી રહ્યા છે. કેટલાંક યુઝર્સ સરકાર પાસે માંગણી કરી રહ્યા છે કે, પાકિસ્તાનને આ વખતે જડબાતોડ જવાબ આપવો જોઈએ, કે જેથી કરીને ભવિષ્યમાં આવું પગલું ભરવાની હિંમત ન કરે.
'પહલગામ આતંકી હુમલામાં પાકિસ્તાનનો કોઈ સંબંધ નથી'
આ હુમલાને લઈને પાકિસ્તાન તરફથી અધિકૃત પ્રતિક્રિયા પણ સામે આવી છે. પાકિસ્તાનની રક્ષામંત્રી ખ્વાજા આસિફે નિવેદન આપતાં કહ્યું કે, 'પહલગામ આતંકી હુમલામાં પાકિસ્તાનનો કોઈ સંબંધ નથી. અને પાકિસ્તાન દરેક રીતે આતંકવાદની નિંદા કરે છે.'
તો અહીં ભારતમાં પાકિસ્તાનના પૂર્વ હાઇ કમિશ્નર અબ્દુલ બાસિતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x પર લખ્યું કે, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે પાકિસ્તાન ભારતના કોઈપણ હુમલાને નિષ્ફળ બનાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. મને કોઈ શંકા નથી કે, આ વખતે પાકિસ્તાનને મુંહતોડ જવાબ નહીં મળે!
'કદાચ પીએમ મોદી પાકિસ્તાન પર કોઈ મોટો હુમલો ના કરાવી દે'
આ હુમલાની અસર પાકિસ્તાન સોશિયલ મીડિયા પર પણ જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર #PahalgamTerroristAttack હેશટેગ ટ્રેડ કરી રહ્યા છે. આ સાથે સાથે #Modi હેશટેગનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. જેમાં કેટલાક લોકો એ વાતનો ઉલ્લેખ કરી રહ્યા છે કે, કદાચ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાન પર કોઈ મોટો હુમલો ના કરાવી દે!
ગૂગલ પર લોકો આ સર્ચ કરી રહ્યા છે
હાલમાં પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અન્ય હેશટેગ અને કીવર્ડ્સ ટ્રેન્ડ કરી રહ્યા છે. જેમાં Kashmir, Modi, Pulwama, અને Jammu જેવા કીવર્ડ ભારત- પાકિસ્તાનની વચ્ચેની હાલની તણાવભરી સ્થિતિઓ સંદર્ભે ટ્રેન્ડ કરી રહ્યા છે. આ ઉપરાંત પાકિસ્તાનમાં ગૂગલ પર પણ આ હુમલા સંબંધિત કીવર્ડ્સ જેમ કે, 'Pahalgam અને Pahalgam Attackને લોકો સર્ચ કરી રહ્યા છે.