ફડણવીસ, ધર્મેન્દ્ર પ્રધાન કે પછી કોઈ બીજું...: ભાજપના નવા અધ્યક્ષની રેસમાં કોનું નામ આગળ
BJP President: દેશના સત્તાધારી પક્ષ ભાજપનો નવો અધ્યક્ષ કોણ હશે, રાજકારણમાં આ મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપ પાસે ઘણા એવા દિગ્ગજ નેતાઓ છે જેમને આ પદની રેસમાં સામેલ બતાવવામાં આવી રહ્યા છે. જેમાં ધર્મેન્દ્ર પ્રધાન, ભૂપેન્દ્ર યાદવ અને કેશવ પ્રસાદ મૌર્યનો સમાવેશ થાય છે. 28 જુલાઇ બાદ આ રેસમાં દેવેન્દ્ર ફડણવીસનો નામ પણ જોડાઇ ગયો છે અને ચર્ચા છે કે તેમને પાર્ટીના નવા અધ્યક્ષ બનાવાય તેની પ્રબળ શક્યતા છે. નવા અધ્યક્ષ બનાવવાના સમીકરણો પર પણ ચર્ચા ચાલી રહી છે. જેમાં ઓબીસી કાર્ડ, આગામી ચૂંટણી અને ભાજપ-RSSના કેન્દ્રિય નેતાઓ સાથેના સંબંધ આધારે પણ નવા અધ્યક્ષ અંગે વિવિધ અંદાજો લગાવવામાં આવી રહ્યા છે.
દેવેન્દ્ર ફડણવીસ પ્રબળ દાવેદાર
દેવેન્દ્ર ફડણવીસ એ ભાજપના અધ્યક્ષ પદના પ્રબળ દાવેદાર તરીકે ઉભરી આવ્યા છે. પક્ષના એક નેતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ભાજપના રાજકીય વર્તુળોમાં ભાજપના નવા અધ્યક્ષ તરીકે દેવેન્દ્ર ફડણવીસના નામની ખૂબ ચર્ચા ચાલી રહી છે. તેઓ એક પ્રભાવશાળી તેમજ દિગ્ગજ નેતા છે. પાર્ટી સંગઠનથી લઇને મહારાષ્ટ્ર સરકારમાં તેઓ મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે. પાર્ટી અને સંઘના દિગ્ગજ નેતાઓ સાથે પણ તેમના સારા સંબંધ છે. આવામાં અધ્યક્ષ પદ માટે તેમની યોગ્યતા પર કોઇ શંકા નથી છે.
ધર્મેન્દ્ર પ્રધાન-ભૂપેન્દ્ર યાદવ પણ રેસમાં
ભાજપના વર્તમાન અધ્યક્ષ જેપી નડ્ડા બ્રાહ્મણ સમુદાયથી છે આથી પાર્ટી સતત બીજીવાર બ્રાહ્મણ અધ્યક્ષ ન બનાવે તેવી શક્યતા છે. ઉપરાંત ઇન્ડિયા ગઠબંધનના જાતિગત જનગણના અને ઓબીસી-દલિત કાર્ડ જેવા દાવ ખેલ્યા છે. જેના પરથી અટકળો છે કે પક્ષ ઓબીસી અથવા દલિત સમુદાયમાંથી નવો અધ્યક્ષ આપી શકે છે. જે બાદ ધર્મેન્દ્ર પ્રધાન અને ભૂપેન્દ્ર યાદવના નામ પણ ચર્ચામાં આવ્યા છે. પક્ષના કેન્દ્રિય સંગઠનમાં કામ કરવાનો લાંબો અનૂભવ, કેન્દ્રિય મંત્રી તરીકે કામ કરવાનો અનૂભવ અને દિગ્ગજ નેતાઓ સાથે તેમના સંબંધો તેમને આ રેસના દાવેદાર બનાવે છે.
દલિત ચહેરો પણ બની શકે છે અધ્યક્ષ
રાષ્ટ્રપતિના રૂપમાં આદિવાસી સમુદાયના દ્રૌપદી મુર્મૂ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રૂપમાં ઓબીસી સમુદાયને સરકારમાં મોટો પ્રતિનિધિત્વ મળેલો છે. આવામાં પાર્ટી કોઇ દલિત ચહેરાને પણ અધ્યક્ષ બનાવી શકે છે, જે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સામે મજબુતાઇથી પક્ષના મુદ્દાઓ ઉઠાવી શકે છે. જો કે, દલિત સમુદાયમાંથી કયો ચહેરો હોઇ શકે છે તે અંગે અત્યારે ચર્ચા ચાલી રહી છે.