બિહાર કોંગ્રેસને ઓપરેશન લોટસનો ડર! ધારાસભ્યોને હૈદરાબાદ મોકલવામાં આવ્યા

કોંગ્રેસના ધારાસભ્યો વિશ્વાસ મતના દિવસે બિહાર પરત ફરશે

Updated: Feb 4th, 2024


Google NewsGoogle News
બિહાર કોંગ્રેસને ઓપરેશન લોટસનો ડર! ધારાસભ્યોને હૈદરાબાદ મોકલવામાં આવ્યા 1 - image


Bihar Politics: બિહાર કોંગ્રેસ ઓપરેશન લોટસથી ડરી રહી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથેની બેઠક બાદ પક્ષના ધારાસભ્યોને દિલ્હીથી હૈદરાબાદ મોકલવામાં આવ્યા છે. તમામ ધારાસભ્યો વિશ્વાસ મતના દિવસે એટલે કે 12મી ફેબ્રુઆરીએ જ બિહાર પરત ફરશે. 

સૂત્રોના જણાવ્યાનુસાર, કોંગ્રેસના 19માંથી 17 ધારાસભ્યોને હૈદરાબાદ શિફ્ટ કરવામાં આવ્યા છે. એક દિવસ પહેલા દિલ્હીની બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્યોને બિહારની બહાર મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 28મી જાન્યુઆરીએ નીતીશ કુમારે મહાગઠબંધનથી અલગ થઈને NDA સાથે સરકાર બનાવી ત્યારથી કોંગ્રેસમાં ભંગાણ થવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. જો કે 28 જાન્યુઆરીએ પૂર્ણિયામાં યોજાયેલી બેઠકમાં કોંગ્રેસના તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા.પરંતુ બેઠક બાદ પણ કોંગ્રેસના ઘણાં ધારાસભ્યો અલગ પક્ષ બનાવી રહ્યા હોવાની પણ ચર્ચા છે.

કોંગ્રેસ હાઈકમાન્ડ પણ આ અફવાઓથી ચિંતાતુર છે. બિહારમાં નવી રચાયેલી એનડીએ સરકારને હજુ વિધાનસભામાં બહુમતી સાબિત કરવાની બાકી છે. આવી સ્થિતિમાં પાર્ટી બહુમતી સુધી તમામ ધારાસભ્યો પર નજર રાખવા માગે છે. આ કારણોસર ધારાસભ્યોને હૈદરાબાદ મોકલવામાં આવ્યા છે. પાર્ટી આ વ્યૂહરચના હેઠળ સંભવિત ભંગાણને રોકવાનો પ્રયાસ કરી રહી છે.


Google NewsGoogle News