ચૂંટણી પરિણામના એક જ મહિના બાદ NDAમાં વિખવાદ? આ નેતા નારાજ હોવાના સંકેત, યોગીનું વધશે ટેન્શન
Uttar Pradesh Politics: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકસભા ચૂંટણી 2024માં ભાજપની હાર અંગે તાજેતરમાં જ સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં અપના દળ (સોનેલાલ ગુટ)ના બે મોટા ચહેરા ગેરહાજર હતા. તેઓ આ મહત્વપૂર્ણ બેઠકમાં કેમ ન પહોંચ્યા? હાલમાં તેનું કારણ સ્પષ્ટ નથી થયું. જોકે, એવું ચોક્કસપણે કહેવામાં આવી રહ્યું છે કે, બની શકે કે, ભાજપ અને અપના દળ વચ્ચે બધુ બરાબર ન હોય અને આ જ કારણોસર અપના દળના ટોચના નેતાઓએ આ પ્રકારના સંકેત આપ્યા હોય.
યોગી આદિત્યાનાથ ફુલ એક્શન મોડમાં
ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી 2024માં ભાજપને મોટો ઝટકો લાગ્યો બાદ માત્ર ભાજપ જ નહીં પરંતુ સીએમ યોગી આદિત્યાનાથ પણ ફુલ એક્શન મોડમાં છે. 10 બેઠકો પર થનારી વિધાનસભાની પેટા-ચૂંટણી પહેલા યોગી આદિત્યનાથ પણ પોતાના સ્તર પર હારની સમીક્ષા કરી રહ્યા છે.
સીએમ યોગી આદિત્યનાથે જ્યારે તાજેતરમાં જ મિર્જાપુર મંડળની રિવ્યૂ મીટિંગ બોલાવી હતી તેમાં સહયોગી દળના બે નેતા નહોતા આવ્યા. અપના દળના અનુપ્રિયા પટેલ અને તેમના પતિ આશીષ પટેલ સીએમ દ્વારા બોલાવવામાં આવેલી સમીક્ષા બેઠકમાં નહોતા પહોંચ્યા.
યોગીનું વધશે ટેન્શન
હવે રાજકીય વર્તૂળમાં આ ઘટનાક્રમ બાદ અટકળો લગાવવામાં આવી રહી છે કે, ક્યાંક ભાજપના સહયોગી સમીક્ષા બેઠકથી દૂર તો નથી ભાગી રહ્યા ને? એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ભાજપના ઘટક દળ ક્યાંક એવું તો નથી વિચારી રહ્યાને કે, ભાજપના કારણે જ અમારી પાર્ટીના નેતા ચૂંટણી હારી ગયા.
અનુપ્રિયા પટેલ અને તેમના પતિ એવા સમયે યોગી આદિત્યનાથની બેઠકમાં હાજર ન રહ્યા જ્યારે તેઓ અનક મુદ્દે પ્રહાર કરતા નજર આવ્યા છે. આ જ કારણ છે કે, યુપીમાં યોગી આદિત્યનાથના નેતૃત્વ વાળી સરકારમાં હાલમાં ભાજપ-અપના દળમાં બિલકુલ પણ ટ્યૂનિંગ નજર નથી આવી રહ્યું.