ઉત્તરાખંડથી લઈને નેપાળ સુધી વરસાદનો કેર, આસામમાં 78ના મોત, શાળાઓમાં રજા જાહેર

Updated: Jul 8th, 2024


Google NewsGoogle News
 Assam Heavy Rain


Heavy Rain: ઉત્તરાખંડથી લાઈને પાડોશી દેશ નેપાળ સુધી વરસાદે તબાહી મચાવી છે. આસામમાં ભારે વરસાદના કારણે 8 લોકોના મોત થયા છે, જે બાદ પૂર અને વરસાદના કારણે મૃત્યુઆંક 78 પર પહોંચી ગયો છે. સ્થિતિ એટલી ખરાબ છે કે આસામમાં વરસાદને કારણે 28 જિલ્લાના અંદાજે 23 લાખ લોકો પ્રભાવિત થયા છે. વરસાદનું પાણી ઘરોમાં ઘૂસી લોકો રાહત શિબિરોમાં રહેવા મજબૂર છે.

ગોવાની સ્થિતિ ખરાબ

ભારે વરસાદને કારણે ગોવાની સ્થિતિ ખરાબ છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આજે (આઠમી જુલાઈ) ધોરણ 12 સુધીની શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. જો કે આ દરમિયાન સરકારી કર્મચારીઓને ઓફિસમાં આવવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત ઉત્તરાખંડના નૈનીતાલમાં વરસાદને કારણે છ દિવસ સુધી શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. 

આ પણ વાંચો: પેપર લીક નહીં થયાના કેન્દ્ર સરકારના દાવા વચ્ચે આજે નીટ-યુજી અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી


આસામમાં પૂરથી હાહાકાર

આસામમાં પૂરના કારણે વધુ આઠ લોકોના મોત થયા છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) અનુસાર, ધુબરી અને નલબારીમાં બે-બે મૃત્યુ નોંધાયા છે, જ્યારે કછાર, ગ્વાલપાડા, ધેમાજી અને શિવસાગરમાં એક-એક મૃત્યુ નોંધાયા છે. આ સાથે મૃત્યુઆંક 78 પર પહોંચી ગયો છે. પૂર અને વરસાદને કારણે અત્યાર સુધીમાં આસામના 22 લાખ 74 હજાર 289 લોકો પ્રભાવિત થયા છે.

પાડોશી દેશમાં 7 લોકો ગુમ

નેપાળમાં પણ વરસાદના કારણે અનેક લોકોના મોત થયા છે. નેપાળના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, નેપાળમાં છેલ્લા ચાર સપ્તાહમાં વરસાદના કારણે 62 લોકોના મોત થયા છે. 90 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ચોમાસા સંબંધિત મૃત્યુના મુખ્ય કારણો ભૂસ્ખલન, પૂર અને વીજળી છે. 34 લોકો ભૂસ્ખલનમાં મૃત્યુ પામ્યા હતા જ્યારે 28 લોકો અવિરત વરસાદના કારણે પૂરમાં મૃત્યુ પામ્યા હતા. આ કુદરતી આફતોના કારણે સાત લોકો ગુમ પણ થયા છે.

ઉત્તરાખંડથી લઈને નેપાળ સુધી વરસાદનો કેર, આસામમાં 78ના મોત, શાળાઓમાં રજા જાહેર 2 - image


Google NewsGoogle News