Video : વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરોને વાસી ભોજન પીરસાયું, ફરિયાદ થતાં IRCTCએ આપ્યો આ જવાબ

વાસી ભોજન પીરસાતા મુસાફરોએ કેટરિંગના કર્મચારીઓને ભોજન પરત લઈ જવા કહ્યું હતું

Updated: Jan 12th, 2024


Google NewsGoogle News


Video : વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરોને વાસી ભોજન પીરસાયું, ફરિયાદ થતાં IRCTCએ આપ્યો આ જવાબ 1 - image

Dirty Food Served On Vande Bharat Express : વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરોને વાસી ભોજન પીરસવાનો મામલો સામે આવ્યો છે. આ સંબંધિત એક વીડિયો વાયરલ થયો છે જેમાં મુસાફરો વાસી ભોજનની ફરિયાદ અને કેટરિંગના કર્મચારીઓને ભોજન પરત લઈ જવાની અપીલ કરી રહ્યા છે.

દિલ્હીથી વરાસણી જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં મામલો બન્યો

દિલ્હીથી વારાસણી જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં આકાશ કેશરી નામના મુસાફરે વીડિયો બનાવીને સોશિયલ મીડિયા એક્સ પર શેર કર્યો હતો, જેમાં તેણે ભારતીય રેલવે અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને ટેગ કરીને મુસાફરોને વાસી ભોજન પીરવવામાં અંગે ફરીયાદ કરી હતી. આકાશે વાસી ભોજનના પીરસવા બદલ પૈસા પરત કરવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે આવા વેડર્સ (vendors) વંદે ભારત એક્સપ્રેસનું નામ બગાડી રહ્યા છે. 

 IRCTCએ જવાબદાર કર્મચારીઓને દૂર કર્યા

આકાશની પોસ્ટ પર રેલવે અધિકારીઓની સાથે IRCTCએ પણ નોંધ લીધી હતી અને તેનો જવાબ આપતા IRCTCએ કહ્યું કે આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી છે અને તમારા અસંતોષકારક અનુભવ માટે અમે માફી માંગીએ છીએ. રેલવે દ્વારા સર્વિસ પ્રોવાઈડર પર ભારે દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત જવાબદાર સર્વિસ પ્રોવાઈડર કર્મચારીઓને હટાવીને લાઇસન્સ ધારકોને યોગ્ય સૂચનાઓ આપવામાં આવી છે તેમજ ઓન-બોર્ડ સેવાઓનું મોનિટરિંગ વધુ મજબૂત કરવામાં આવ્યું છે.


Google NewsGoogle News