VIDEO: ઝૂકેગા નહીં...! જે સોન્ગ પર મનાઈ હતી એ જ દિલજીતે ગાયા, જાણો સમગ્ર મામલો
Diljit Dosanjh Chandigarh Concert: દિલજીત દોસાંજના ચંડીગઢ કોન્સર્ટ પહેલા ભારે વિવાદ સર્જાયો હતો. ચંડીગઠના બાળ અધિકાર સંરક્ષણ આયોગે દિલજીત દોસાંજને લાઇવ શો દરમિયાન દારૂ પર આધારીત હોય તેવા ગીતો ન ગાવાની માગ કરી હતી. જે પછી પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ તરફથી આકરા પ્રતિબંધો સાથે કોન્સર્ટને મંજૂરી આપી હતી. કોર્ટ તરફથી દિલજીતને કેટલા ગીતો ગાવા પર રોક લગાવવામાં આવી હતી. આમ છતાં આજે (14 ડિસેમ્બર) ચંડીગઢના સેક્ટર 14માં યોજાયેલા કોન્સર્ટ દરમિયાન દિલજીતે એ જ ગીતો ગાયા જેના પર મનાઇ હતી.
સુપર હિટ ગીતથી કરી શરૂઆત
આયોગે કહ્યું હતું કે, દારૂ જેવા મુદ્દાઓથી સંવેદનશીલ વયના બાળકો પર પ્રતિકુળ પ્રભાવ થાય છે. આ જ કારણસર આયોગે પટિયાલા પેગ, પંજ તારા અને આ પ્રકારના અન્ય ગીતો ના ગાવા દિલજીતને ભલામણ કરી હતી. જોકે, દિલજીતે શોની શરૂઆત પોતાના સુપર હિટ ગીત 'પંજ તારા ઠેકે ઉતે બેકે તારયાની તેરા સાર ગુસ્સા'થી કરી હતી. નોંધનીય છે કે, આ ગીત પણ દારૂ પર જ આધારીત છે. દિલજીત સમગ્ર શો દરમિયાન પોતાના 'સ્વેગ'માં દેખાયો અને કોઇ પણ પ્રતિબંધની તેના પર કોઇ અસર જોવા મળી નહોતી.
દિલજીતે શો ગુકેશને સમર્પિત કર્યો
દિલજીતે પોતાનો ચંડિગઢ શો ચેસ વર્લ્ડ કપ ચેમ્પિયન ગુકેશને સમર્પિત કર્યો હતો. આમ કરવા પાછળનું કારણ જણાવતા તેણે કહ્યું કે, 'ગુકેશે તેના જીવનમાં પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે તે વર્લ્ડ ચેમ્પિયન બનશે. સમસ્યાઓ આવે છે, મારી પાસે તો રોજ આવે છે. પરંતુ ગુકેશની જેમ હાર નહીં માની સફળતા મેળવવી જોઇએ.' આ દરમિયાન દિલજીતે પુષ્પા ફિલ્મના ડાયલોગનો ઉલ્લેખ કરતા કહ્યું કે, 'જબ સાલા નહીં ઝુકા તો જીજા કેસે ઝુકેગા?'
બે દિવસ પહેલા ગીત રિલીઝ કર્યું
નોંધનીય છે કે, વિવાદો વચ્ચે દિલજીતે બે દિવસ પહેલા જ પોતાનું નવું ગીત રિલીઝ કર્યું હતું, જેને આ વિવાદો સાથે જ જોડવામાં આવી રહ્યું છે. ગીતના લિરિક્સ છે, 'મેં ફિરાં આસમાની, મેંનુ ધરતી તે ટોલદે આ. કુછ ભી નહીં કહા, બડા કુછ બોલદે આ. આઇ ડોન્ટ કેર દુનિયા કી બોલદી આ.' એવું માનવામાં આવી રહ્યું છે કે પહેલા હૈદરાબાદ અને પછી ચંડીગઢમાં દિલજીતના કોન્સર્ટને લઈને જારી કરાયેલ એડવાઈઝરીને લઇને દિલજીતે ગીત ગાઈને જવાબ આપ્યો છે.
આ પણ વાંચોઃ અલ્લુ અર્જુને એક રાત જેલમાં વિતાવી, બીજી તરફ પુષ્પા-2એ કમાણીમાં તોડ્યા ચાર રેકૉર્ડ