'હવે અમારી પાસે કોઈ સિંધિયા નથી, કોઈ ગદ્દાર નથી', ચૂંટણી માહોલમાં દિગ્વિજયસિંહનો સિંધિયા પર મોટો હુમલો
નવી મુંબઇ,તા. 2 ડિસેમ્બર 2023,શનિવાર
મધ્યપ્રદેશમાં ચૂંટણીના મોહાલ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે મોટું નિવેદન આપ્યું છે. તેમણે BJP નેતા અને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પર જોરદાર પ્રહાર કરતા કહ્યું કે, હવે કોંગ્રેસમાં કોઈ ગદ્દાર બચ્યો નથી. દિગ્વિજય સિંહે કહ્યું- 'હવે અમારી પાસે કોઈ સિંધિયા નથી, કોઈ ગદ્દાર નથી. આવતીકાલે ખબર પડશે કે શિવરાજ સિંહ ચૌહાણ ક્યાં ઉભા છે.
વર્ષ 2020માં જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. આ સમયગાળા દરમિયાન તેમની છાવણીના 22 ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું, જેના કારણે કમલનાથની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકાર પડી હતી.
આ પછી, સિંધિયા તરફી ધારાસભ્યોએ ભાજપને સમર્થન આપવાનું નક્કી કર્યું અને દોઢ વર્ષ પછી, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ રાજ્યમાં સત્તા પર પાછા ફર્યા. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ છોડીને બીજેપીમાં જોડાવાનું આખું કારણ જણાવ્યું હતું.
એક ઈન્ટરવ્યુમાં સિંધિયાએ કહ્યું હતું કે, જ્યારે કોંગ્રેસે વર્ષ 2018માં મધ્યપ્રદેશમાં જીત મેળવી હતી, તો તે સમયે તેમણે ક્યારેય રાહુલ ગાંધીને મુખ્યમંત્રી પદની ઓફર કરી ન હતી.
જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું, "જ્યારે રાહુલ ગાંધીએ કમલનાથને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કર્યો ત્યારે મેં ક્યારેય તેનો વિરોધ કર્યો ન હતો. મેં મુખ્યમંત્રી પદ માટે કમલનાથના નામનું એલાન પણ કર્યું હતુ. "
તેમણે કહ્યું કે, "જ્યારે તેઓ કોંગ્રેસમાં હતા, ત્યારે એવી કોઈ સ્થિતિ આવી ન હતી કે, જેના માટે તેમને મનાવવા પડે. આનું કારણ એ છે કે, હું ક્યારેય મુખ્યમંત્રી બનવાની રેસમાં નહોતો." સિંધિયાએ ઈન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો હતો કે,કમલનાથના મુખ્યમંત્રી બન્યા બાદ જે રીતે મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર આવી અને કમલનાથે સતત તેમને રસ્તા પર ઉતરવાનો પડકાર ફેંક્યો હતો, તો તેમણે પણ આકરા નિર્ણયો લેવા પડ્યા હતા.
મહત્વનું છેકે, આવતીકાલે મધ્યપ્રદેશમાં યોજાયેલી ચૂંટણીના પરિણામો જાહેર થશે. આ સાથે જ સ્પષ્ટ થઈ જશે કે રાજ્યમાં કોની સરકાર બનવા જઈ રહી છે. પરંતુ આ પહેલા નેતાઓ વચ્ચે શબ્દ યુદ્ધ ચાલી રહ્યું છે.