'PM મોદી તો વિશ્વગુરુ, તો ભાજપ કેમ...' દિગ્વિજય સિંહે 'પનોતી' કોને કહેવાય એ સમજાવતા કર્યો કટાક્ષ
રાહુલ ગાંધીએ એક રેલીમાં 'પનોતી' શબ્દનો ઉપયોગ કર્યો હતો
digvijay singh define panauti Word: રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી (Rajasthan assembly election) માટે પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે અને રાજકીય પક્ષોના ટોચના નેતાઓ દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે એક શબ્દની ખુબ જ ચર્ચા થઈ રહી છે અને તે 'પનોતી' છે. હવે દિગ્વિજય સિંહે 'પનોતી' કોને કહેવાય એ સમજાવતા ટ્વિટ કરીને ભાજપ પર કટાક્ષ કર્યો છે.
રાહુલ ગાંધીએ પનોતી શબ્દનો ઉપયોગ કર્યો હતો
રાજસ્થાનમાં ગઈકાલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક રેલીમાં વિવાદસ્પદ નિવેદન કરતા 'પનોતી' શબ્દનો ઉપયોગ કર્યો હતો જેના પર રાજકારણ શરુ થઈ ગયું છે અને ભાજપે રાહુલ ગાંઘીને આ શબ્દનો ઉપયોગ કરવા બદલ ઘેરી લઈને માફીની માંગણી કરી છે ત્યારે હવે આ અંગે પૂર્વ સીએમ અને રાજ્યસભાના સભ્ય દિગ્વિજય સિંહ પણ આ વિવાદમાં કુદી પડ્યા છે. દિગ્વિજય સિંહે 'પનોતી' કોને કહેવાય એ સમજાવતા ટ્વિટ કરીને ભાજપ પર કટાક્ષ કર્યો છે.
દિગ્વિજય સિંહે 'પનોતી'ની વ્યાખ્યા સમજાવી
દિગ્વિજય સિંહે ટ્વિટમાં કટાક્ષ કરતા લખ્યું હતું કે, 'પનોતી'નો અર્થ શું છે? તેની મેં શોધી કાઢ્યો છે. આ એક નકારાત્મક શબ્દ છે. જ્યારે કોઈ કામ થતું અટકી જાય ત્યારે તે વ્યક્તિને પનોતી કહેવાય છે. પનોતી શબ્દનો ઉપયોગ એવી વ્યક્તિ માટે કરવામાં આવે છે જે તેની આસપાસના લોકો માટે દુર્ભાગ્ય અથવા ખરાબ સમાચાર લાવે છે, તેથી જ તેને નકારાત્મક શબ્દ કહેવામાં આવે છે. વર્લ્ડ કપની શરુઆત થતાની સાથે જ આ શબ્દ સોશ્યલ મીડિયામાં ટ્રેન્ડ થવા લાગ્યો હતો. આ કોના માટે હતો? સ્ટેડિયમમાં હજારો લોકો હતા. ભાજપે કેમ મોદીને 'પનોતી' માની લીધા? તેઓ તેમની નજરમાં ‘વિશ્વગુરુ’ છે.