પેન્શનધારકો આ તારીખ સુધીમાં લાઇફ સર્ટિફિકેટ જમા કરાવી દેજો, નહીં તો પેન્શનનો લાભ મળતો બંધ થશે
Pensioners Have To Submit Life Certificate: રાજ્ય અને કેન્દ્ર સરકારના નિવૃત્ત કર્મચારીઓ 30 નવેમ્બર સુધીમાં પોતાનું લાઇફ સર્ટિફિકેટ જમા કરાવી દેજો નહીં તો તમારું પેન્શન અટકી શકે છે. સેન્ટ્રલ પેન્શન પ્રોસેસિંગ સેન્ટરમાં 1 ઑક્ટોબરથી શરુ થયેલી લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવાની મુદ્દત આ મહિનાના અંતે પૂર્ણ થવાના આરે છે.
જો કોઈ કારણોસર તમે નિશ્ચિત સમય પર લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવામાં નિષ્ફળ રહ્યા તો તમે આગામી મહિને અથવા ત્યારબાદ પણ લાઇફ સર્ટિફિકેટ જમા કરાવી શકો છો. પરંતુ પેન્શન તો અટકી જ જશે, લાઇફ સર્ટિફિકેટ જમા કરાવ્યા બાદ જ ફરી શરુ થશે.
લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવા માટેના જરૂરી દસ્તાવેજઃ
- પીપીઓ નંબર
- આધાર નંબર
- બૅન્ક ખાતાની વિગતો
- આધાર સાથે લિંક મોબાઇલ નંબર
આ રીતે જમા કરાવી શકો છો લાઇફ સર્ટિફિકેટ
1. લાઇફ સર્ટિફિકેટ પોર્ટલ
2. "UMANG" મોબાઇલ એપ
3. ડોરસ્ટેપ બૅન્કિંગ
4. પોસ્ટ ઑફિસમાં બાયોમેટ્રિક સાધનોના માધ્યમથી
5. વીડિયો આધારિત કેવાયસીના માધ્યમથી
6. ફેસ ઓથેન્ટિકેશન
7. બૅન્કમાં
આ પણ વાંચોઃ ક્રિપ્ટોમાં તેજીનું ઘોડાપુર, બિટકોઈન 11 ટકા ઉછળી ઐતિહાસિક ટોચે, 1 લાખ ડોલર થવાનો અંદાજ
શા માટે લાઇફ સર્ટિફિકેટ જરૂરી?
દેશમાં 1 કરોડથી વધુ પરિવારજનો આ પેન્શનનો લાભ લઈ રહ્યા છે. જેમાં પેન્શનધારકનું લાઇફ સર્ટિફિકેટ અર્થાત જીવનનું પ્રમાણપત્ર અત્યંત જરૂરી છે. 60થી 80 વર્ષના તમામ પેન્શનધારકોએ આ સર્ટિફિકેટ જમા કરાવવું અનિવાર્ય છે. જેથી નિયમિતપણે પેન્શનનો લાભ લઈ શકે અને પેન્શનમાં થતાં ફ્રોડ અટકાવી શકાય.