દિલ્હીમાં ડિઝલ બસોની એન્ટ્રી પર 1 નવે.થી પ્રતિબંધ, પર્યાવરણ મંત્રીએ પ્રદૂષણ વધવા પાછળ આ 3 રાજ્યોને ઠેરવ્યા જવાબદાર

દિલ્હી સરકારના મંત્રીએ પહેલી નવેમ્બરથી ડિઝલ બસો અન્ય રૂટ પરથી લઈ જવાની અન્ય રાજ્યોને સલાહ આપી

ઉત્તરપ્રદેશ-હરિયાણા-રાજસ્થાનની ડિઝલ બસો NCRમાં આવતી હોવાથી દિલ્હીનું પ્રદૂષણ વધ્યું : પર્યાવરણ મંત્રી

Updated: Oct 30th, 2023


Google NewsGoogle News
દિલ્હીમાં ડિઝલ બસોની એન્ટ્રી પર 1 નવે.થી પ્રતિબંધ, પર્યાવરણ મંત્રીએ પ્રદૂષણ વધવા પાછળ આ 3 રાજ્યોને ઠેરવ્યા જવાબદાર 1 - image

નવી દિલ્હી, તા.30 ઓક્ટોબર-2023, સોમવાર

દિલ્હીમાં રોજબરોજ પ્રદૂષણ (Delhi Pollution) વધી રહ્યું છે, ઉપરાંત દિવાળી (Diwali) નજીક આવતા હવા વધુ ખરાબ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે, તો દિલ્હીના એર ક્વોલિટી (Air Quality In Delhi) પણ ખુબ જ ખરાબ કેટેગરીમાં છે, ત્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) સરકારે દિલ્હીમાં દિવાળી પહેલા પ્રદૂષણ પર કાબુ મેળવવા મોટો નિર્ણય લીધો છે, ઉપરાંત ત્રણ રાજ્યોના કારણે દિલ્હીમાં પ્રદૂષણ વધ્યું હોવાનું કારણ પણ જણાવ્યું છે.

દિલ્હીમાં ડીઝલ બસો પર પ્રતિબંધ

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સરકારના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે (Environment Minister Gopal Rai) દિલ્હી સહિત અન્ય રાજ્યોથી આવતી ડિઝલ બસો પર પહેલી નવેમ્બરથી પ્રતિબંધ મુકી દીધો છે. ઉપરાંત ગોપાલ રાયે ડિઝલ બસો અન્ય રૂટ પરથી લઈ જવાની પણ અન્ય રાજ્યોને સલાહ આપી છે. ઉલ્લેખનિય છે કે, ગોપાલ રાયે અગાઉ કેન્દ્ર સરકારે અપીલ કરી હતી કે, તેઓ NCR હેઠળના વિસ્તારો હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનની BS III અને BS IV બસો પર પ્રતિબંધ ફરમાવે.

આ ત્રણ રાજ્યોની બસો NCRમાં પ્રવેશતી હોવાથી પ્રદૂષણ વધ્યું

ગોપાલ રાયે તાજેતરમાં જ કહ્યું હતું કે, વાહનોના કારણે પ્રદૂષણ વધી રહ્યું છે. દિલ્હીમાં હાલ CNG બસો દોડાવાઈ રહી છે. દિલ્હીમાં 800થી વધુ ઈલેક્ટ્રીક બસો દોડાવાઈ રહી છે. જોકે ઉત્તરપ્રદેશ (Uttar Pradesh), હરિયાણા (Haryana) અને રાજસ્થાન (Rajasthan)થી આવતી BS III અને BS IV ડિઝલ બસો એનસીઆર વિસ્તારોમાંથી આવતી હોવાથી દિલ્હીમાં પ્રદૂષણ વધી રહ્યું છે. 

ઉત્તર પ્રદેશ-હરિયાણામાંથી કોઈપણ CNG અથવા ઈ-બસો આવતી નથી

ગોપાલ રાયે કહ્યું કે, ISBTની તપાસમાં સામે આવ્યું છે કે, ઉત્તર પ્રદેશ અને હરિયાણાથી આવતી તમામ બસો BS III અને BS IV છે, ત્યાંથી કોઈપણ CNG અથવા ઈલેક્ટ્રીક બસો આવતી નથી. દિલ્હી સરકારના મંત્રીએ વધુમાં કહ્યું કે, દિલ્હી-NCRના તમામ એન્ટ્રી પોઈન્ટ પર ટ્રાન્સપોર્ટેશન વિભાગ નજર રાખશે અને આવી કોઈપણ બસોને પહેલી નવેમ્બરથી દિલ્હીમાં પ્રવેશ કરવાની મંજૂરી નહીં મળે. 

દિલ્હી માટે આગામી 15 દિવસ ખુબ જ મહત્વના

પર્યાવરણ મંત્રીએ વધુમાં કહ્યું કે, ગત વર્ષે દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 397 અને આ વર્ષે 325 પર હતો, જેમાં આંશિક સુધારો થયો છે. આગામી 15 દિવસ ખુબ જ મહત્વના છે અને અમે તેની તૈયારીઓ કરી રહ્યા છીએ. ઔદ્યોગિક એકમોને પ્રાકૃતિક ગેસ પર શિફ્ટ કરાયા છે. લાલા સિગ્નલ દરમિયાન વાહન બંધ રાખવા માટેનું પણ અભિયાન ચલાવાઈ રહ્યું છે.


Google NewsGoogle News