Get The App

ટ્રેન ટિકિટ બુક કરાવતી વખતે અહીં ટિક જરૂર કરો, ફક્ત 35 પૈસામાં મળે છે 10 લાખનો વીમો

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
ટ્રેન ટિકિટ બુક કરાવતી વખતે અહીં ટિક જરૂર કરો, ફક્ત 35 પૈસામાં મળે છે 10 લાખનો વીમો 1 - image


West Bengal Train Accident: પશ્ચિમ બંગાળના ન્યુ જલપાઈગુડીમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. એક માલગાડીએ સિયાલદહ જતી ટ્રેન કાંચનજંગા એક્સપ્રેસને પાછળથી ટક્કર મારી હતી. અથડામણ એટલી જોરદાર હતી કે ટ્રેનના ડબ્બાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે, જ્યારે 25 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોના જીવનનું મૂલ્ય ક્યારેય આંકી શકાશે નહીં. તેના પરિવારજનો પર અચાનક આવી પડેલી આફતને કોઈ કિંમતમાં અદા કરી શકાય તેમ નથી. પરંતુ શું તમે જાણો છો કે ટ્રેનની ટિકિટ ઓનલાઈન બુક કરતી વખતે મુસાફરોનો ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન એટલે કે IRCTC દ્વારા વીમો પણ લેવામાં આવે છે? આ અંતર્ગત 10 લાખ રૂપિયા સુધીનું કવચ આપવાની જોગવાઈ છે. ઓડિશામાં બાલાસોર ટ્રેન દુર્ઘટના બાદ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

પહેલા શું નિયમ હતો?

બાલાસોર ટ્રેન દુર્ઘટના પહેલા, લોકો માટે 35 પૈસામાં ઉપલબ્ધ આ ટ્રાવેલ વીમો વૈક્લ્પિક હતો. જો તેની પસંદગી ન કરી હોય તો મુસાફરને વીમાનો કોઈ લાભ આપવામાં આવતો ન હતો.  પરંતુ બાલાસોર ટ્રેન દુર્ઘટના બાદ આ કવચને ઓટોમેટિક ટિકિટ સાથે જોડી દેવામાં આવ્યો છે.

લાંબા અંતરની મુસાફરી માટે ટ્રેન શ્રેષ્ઠ વિકલ્પ છે. ટ્રેન દ્વારા લાંબા અંતરની મુસાફરી કરવાના ઘણા ફાયદા છે. પ્રથમ, તે સૌથી સસ્તું છે અને તમે ઓનલાઈન ટિકિટ બુક કરી શકો છો. આ સિવાય તમારી પસંદગી મુજબ સીટ અને ફૂડ પસંદ કરવાનો વિકલ્પ પણ છે. વધુમાં તે સૌથી સસ્તું વીમા કવચ પણ આપે છે. જેના દ્વારા તમે કોઈપણ કટોકટીની સ્થિતિમાં જાન-માલના નુકસાન સામે રક્ષણ મેળવશો.

સૌથી સસ્તું વીમા કવચ

IRCTC માત્ર 35 પૈસાના લગભગ શૂન્ય પ્રીમિયમ પર ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને રૂ. 10 લાખ સુધીનું વીમા કવચ પ્રદાન કરે છે. પ્રવાસીઓ માટે આ સૌથી સસ્તું અને શ્રેષ્ઠ વીમા કવચ હોઈ શકે છે. જો તમે IRCTC એપ અથવા વેબસાઇટ દ્વારા ટ્રેનની ટિકિટ બુક કરો છો, તો ચુકવણી પ્રક્રિયા દરમિયાન વીમાનો વિકલ્પ આપવામાં આવે છે. જો તમે આને પસંદ કરો છો, તો તમને આ વીમા કવચ 35 પૈસામાં મળે છે. ખાસ વાત એ છે કે એક PNR પર ગમે તેટલા મુસાફરો માટે ટિકિટ બુક કરાવી શકાય છે અને આ વીમો તે બધા પર લાગુ છે.

ઈજાગ્રસ્તોને રૂ. 2 લાખ અને મૃત્યુના કિસ્સામાં રૂ. 10 લાખનું વળતર

આઈઆરસીટીસી દ્વારા આ વીમા કવચ અંગે જારી કરવામાં આવેલી ગાઈડલાઈન્સ અનુસાર, જો પ્રવાસ દરમિયાન કોઈ દુર્ઘટના થાય છે અને યાત્રી ઈજાગ્રસ્ત થાય છે, તો તેને ઈજાના કારણે હોસ્પિટલમાં દાખલ થવા પર 2 લાખ રૂપિયાનું કવચ આપવાની જોગવાઈ છે. આ સિવાય કાયમી આંશિક વિકલાંગતા માટે 7.5 લાખ રૂપિયાનું કવચ આપવાની જોગવાઈ છે. જો કોઈ મુસાફર અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવે છે, તો તેના પરિવારને 10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે છે અને કાયમી સંપૂર્ણ વિકલાંગતાના કિસ્સામાં પણ રૂ. 10 લાખ વળતર આપવામાં આવે છે.

  ટ્રેન ટિકિટ બુક કરાવતી વખતે અહીં ટિક જરૂર કરો, ફક્ત 35 પૈસામાં મળે છે 10 લાખનો વીમો 2 - image


Google NewsGoogle News