Get The App

નાગપુર અને દિલ્હીમાં ખરેખર તાપમાને 50 ડિગ્રીને પાર ગયું હતું? જાણો શું કહે છે હવામાન વિભાગ

Updated: Jun 1st, 2024


Google NewsGoogle News
નાગપુર અને દિલ્હીમાં ખરેખર તાપમાને 50 ડિગ્રીને પાર ગયું હતું? જાણો શું કહે છે હવામાન વિભાગ 1 - image


Weather News | દેશના મોટાભાગના ભાગોમાં અંગ દઝાડતી ગરમી ચિંતાનું કારણ બની રહી છે. સમગ્ર દેશમાં ગરમીના કારણે 270થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.  જ્યારે આ સૌની વચ્ચે ગુરુવારે નાગપુરના ઓટોમેટિક વેધર સ્ટેશન(AWS) દ્વારા દર્શાવવામાં આવેલા તાપમાનના આંકડાએ મોટા જોખમનો સંકેત આપ્યો હતો. જો કે, AWS દ્વારા દર્શાવવામાં આવેલા આંકડા સાચા છે કે નહીં તેની પુષ્ટિ થઈ નથી.

હવામાન વિભાગે કર્યો ખુલાસો 

હવામાન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે AWS સેન્સરમાં ગરબડ થવાને કારણે આટલું ઊંચું તાપમાન બતાવી રહ્યું હતું. પ્રાદેશિક હવામાન કેન્દ્ર નાગપુરે તેના નિવેદનમાં જણાવ્યું કે 30 મેના રોજ નોંધાયેલ 56 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાચું નથી. AWS નજીકના જ CICRના સેન્સર્સે મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ નોંધ્યું હતું.  

બે જગ્યાએ નોંધાયો ઊંચો પારો 

ઉલ્લેખનીય છે કે નાગપુરનું AWS 24 હેક્ટર ખેતીની જમીનની મધ્યમાં આવેલું છે જે PDKVના નિયંત્રણ હેઠળ છે. આ સ્ટેશન પર મહત્તમ તાપમાન 56 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સિવાય સોનેગાંવના AWSમાં પણ 54 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બુધવારે દિલ્હીના મુંગેશપુરીમાં પણ આવું જ તાપમાન નોંધાયું હતું.

દિલ્હીમાં પણ થઈ ગરબડ! 

અગાઉ બુધવારે દિલ્હીના મુંગેશપુરી વિસ્તારમાં મહત્તમ તાપમાન 52.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ પછી હવામાન એજન્સીએ કહ્યું કે સેન્સરેમાં ગરબડ થવાને કારણે તાપમાન ખોટું રેકોર્ડ થયું છે. આ હવામાન વિભાગ સેન્સર અને ડેટાની ચકાસણી કરી રહ્યું છે. આઈએમડીના ડિરેક્ટર જનરલ એમ. મહોપાત્રાએ કહ્યું કે અમે મુંગેશપુરીમાં ચકાસણી કરી રહ્યા છીએ. દિલ્હીમાં 20 જેટલા વેધર સ્ટેશન છે જ્યાં 14માં તો તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો અને સરેરાશ તાપમાન 45 થી 50ની નીચે જ રહ્યું હતું. એટલા માટે જ મુંગેશપુરીમાં થયેલી ગરબડની અમે તપાસ હાથ ધરી છે અને એના માટે ટીમ પણ રવાના કરી છે.  

નાગપુર અને દિલ્હીમાં ખરેખર તાપમાને 50 ડિગ્રીને પાર ગયું હતું? જાણો શું કહે છે હવામાન વિભાગ 2 - image


Google NewsGoogle News