Get The App

મણિપુરમાં ભાજપના CMએ જ હિંસા ભડકાવી? ઑડિયો ટેપ હોવાનો દાવો, SCએ મંગાવ્યો રિપોર્ટ

Updated: Feb 3rd, 2025


Google NewsGoogle News
મણિપુરમાં ભાજપના CMએ જ હિંસા ભડકાવી? ઑડિયો ટેપ હોવાનો દાવો, SCએ મંગાવ્યો રિપોર્ટ 1 - image


Supreme Court On Manipur Violence: મણિપુર હિંસા મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં પ્રથમ વખત મણિપુરના મુખ્યમંત્રી બિરેન સિંહની ભૂમિકા હોવાનો આરોપ મૂકાયા હતા. સુપ્રીમ કોર્ટે મુખ્યમંત્રી વિરૂદ્ધ રજૂ કરવામાં આવેલા ઑડિયો ક્લિપ્સનો ફોરેન્સિક રિપોર્ટ મંગાવ્યો છે. આ મામલે આગામી સુનાવણી 24 માર્ચે થશે. ઉલ્લેખનીય છે, મણિપુરમાં મે, 2023થી હિંસા ચાલુ છે.

મુખ્યમંત્રી પર જ હિંસા ભડકાવવાનો આરોપ

સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવેલી કથિત ઑડિયો ક્લિપ્સ મારફત આરોપ મૂકવામાં આવ્યો છે કે, મણિપુરમાં જાતિય હિંસા ભડકાવવા માટે ખુદ રાજ્યના મુખ્યમંત્રી બિરેન સિંહ જ સામેલ હતાં. બાર એન્ડ બેન્ચ અનુસાર, એડવોકેટ પ્રશાંત ભૂષણે જણાવ્યું હતું કે, મેં ટેપ રેકોર્ડિંગ્સની ક્લિપ રજૂ કરી છે. ટ્રુથ લેબએ પુષ્ટી કરી છે કે, તેમાં 93 ટકા અવાજ મુખ્યમંત્રીનો જ છે. જો કે, સોલિસિટર જનરલે લેબનું નામ લેવા પર સામે દલીલ કરી હતી કે, એડવોકેટ ભૂષણને ટ્રુથ લેબ્સ એફએસએલ રિપોર્ટ કરતાં વિશ્વસનીય લાગે છે. 

મુખ્યમંત્રીએ હથિયારોને લૂંટવાની મંજૂરી આપી

એડવોકેટ પ્રશાંત ભૂષણે કહ્યું કે, ઑડિયો ક્લિપ્સમાં મુખ્યમંત્રી પોતે હથિયારોને લૂંટવાની મંજૂરી આપી રહ્યા છે. અને બાદમાં હિંસાએ આક્રમક સ્વરૂપ ધારણ કર્યુ હતું. જે સ્પષ્ટપણે હિંસા ભડકાવવાનો સંકેત આપે છે. આ મામલે સીએફએસએલનો રિપોર્ટ સીલબંધ કવરમાં રજૂ કરવા આદેશ કરાયો છે.

આ પણ વાંચોઃ ઘટના ચિંતાજનક: મહાકુંભ નાસભાગ કેસ મામલે સુપ્રીમ કોર્ટનો સુનાવણીનો ઈનકાર, હાઇકોર્ટ જવા કહ્યું

છ સપ્તાહમાં સીએફએસએલ રિપોર્ટ રજૂ કરવા આદેશ

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજય કુમારની બેન્ચ મણિપુર હિંસા મામલે સુનાવણી કરી રહી છે. કુકી ઓર્ગેનાઈઝેશન ફોર હ્યુમન રાઈટ ટ્રસ્ટ દ્વારા રીટ દાખલ કરવામાં આવી હતી. અરજીમાં કથિત ટેપ્સની સ્વતંત્ર તપાસની માગ કરી છે. જસ્ટિસ ખન્નાએ જણાવ્યું કે, ‘રાજ્ય હાલ લથડી રહ્યું છે. આપણે જોવાનું રહેશે કે, આ મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવી જોઈએ કે હાઈકોર્ટે.... મને ઑડિયો ક્લિપ્સની ખરાઈ વિશે પણ ખબર નથી. એફએસએલ રિપોર્ટ ક્યારે આવશે? છ સપ્તાહમાં આ રિપોર્ટ રજૂ કરો. 24 માર્ચે એફએસએલ રિપોર્ટ સીલબંધ કવરમાં રજૂ કરો.’

200થી વધુ લોકો માર્યા ગયાં

મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાય વચ્ચે 3 મે, 2023ના રોજથી હિંસા ભડકી હતી. કેન્દ્રે રાજ્યના અનેક સંવેદનશીલ સ્થળો પર સૈન્ય દળ તૈનાત કર્યું છે. હિંસામાં 200થી વધુ લોકો માર્યા ગયા છે. વર્ષ 2024માં પૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા, અને જસ્ટિસ મનોજ મિશ્રાએ ઑડિયો ક્લિપ્સની વાસ્તવિક્તાના પુરાવા રજૂ કરવા આદેશ આપ્યો હતો. ત્યારબાદ કુકી સંગઠને ટ્રુથ લેબ રિપોર્ટ રજૂ કર્યો હતો. જો કે, સોમવારે આજની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે એફએસએલ રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે. 

મણિપુરમાં ભાજપના CMએ જ હિંસા ભડકાવી? ઑડિયો ટેપ હોવાનો દાવો, SCએ મંગાવ્યો રિપોર્ટ 2 - image


Google NewsGoogle News