નાયડુની શપથવિધિમાં સ્ટેજ પર જ અમિત શાહ કોના પર ભડક્યાં? 'ચેતવણી' આપતાં દેખાયા!

Updated: Jun 12th, 2024


Google NewsGoogle News
નાયડુની શપથવિધિમાં સ્ટેજ પર જ અમિત શાહ કોના પર ભડક્યાં? 'ચેતવણી' આપતાં દેખાયા! 1 - image


Amit Shah: આજે આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુએ ચોથી વખત મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. આ શપથગ્રહણ સમારોહમાં અનેક રાજકીય નેતા હાજર રહ્યા હતા. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અમિત શાહ પૂર્વ રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરરાજનને 'ચેતવણી' આપતા જોવા મળી રહ્યા છે. જો કે આ મામલે ભાજપ કે સૌંદરરાજને સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી.

શાહ અને સૌંદરરાજન વચ્ચેની વાતચીતનો વીડિયો વાયરલ થયો

સૌંદરરાજન તમિલનાડુથી ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. શાહ અને તેમની વચ્ચેની વાતચીતનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે આ વાત એવા સમયે સામે આવી છે જ્યારે સૌંદરરાજન અને તમિલનાડુના પ્રદેશ પ્રમુખ અન્નામલાઈના સમર્થકો વચ્ચે ઝપાઝપીના અહેવાલો છે. અંદાજે 20 સેકન્ડના વીડિયોમાં જોઈ શકાય છે કે સૌંદરરાજન સ્ટેજ પર બેઠેલા શાહ સાથે વાત કરે છે અને આગળ જવા ચાલે છે. તે સમયે શાહ તેમને રોકીને બોલાવે છે અને કેટલીક સલાહ આપતા દેખાઈ છે. 

ભાજપ સ્ટેટ સોશિયલ મીડિયા સેલના ઉપાધ્યક્ષે વીડિયો શેર કર્યો

આ વીડિયોને ભાજપના સ્ટેટ સોશિયલ મીડિયા સેલના ઉપાધ્યક્ષ કાર્તિક ગોપીનાથે પણ શેર કર્યો છે. તેઓ લખે છે, 'આ અમિત શાહ જી તરફથી તમિલિસાઈ અક્કાને કડક ચેતવણી જેવું લાગે છે, પરંતુ જાહેર ચેતવણીનું કારણ શું હોઈ શકે? જાહેરમાં બિનજરૂરી નિવેદનો કરવા?' આ દરમિયાન શાહની નજીકના મંચ પર કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડા અને નીતિન ગડકરી પણ જોવા મળે છે.

નાયડુની શપથવિધિમાં સ્ટેજ પર જ અમિત શાહ કોના પર ભડક્યાં? 'ચેતવણી' આપતાં દેખાયા! 2 - image


Google NewsGoogle News