Get The App

હીરાજડિત ઘડિયાળ, સોનાનો હાર અને 10 પાટલા... મહાકુંભમાં પર્યાવરણ બાબાનો અનોખો અંદાજ

Updated: Dec 16th, 2024


Google NewsGoogle News
હીરાજડિત ઘડિયાળ, સોનાનો હાર અને 10 પાટલા... મહાકુંભમાં પર્યાવરણ બાબાનો અનોખો અંદાજ 1 - image


Image: Facebook

Environment Baba in Mahakumbh Mela: પ્રયાગરાજમાં જાન્યુઆરી 2025થી કુંભમેળો લાગી રહ્યો છે. 13 જાન્યુઆરી 2025થી લાગનારા વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક મેળામાં ઘણા નામી બાબાએ પહોંચવાનું શરુ કરી દીધું છે. આ બાબા મેળામાં આવતાં શ્રદ્ધાળુઓને પોતાની તરફ આકર્ષિત કરશે. હાથમાં સોનાના પાટલા અને હીરાજડિત ઘડિયાળ પહેરનાર પર્યાવરણ બાબા પહોંચી ગયા છે. 

મહામંડલેશ્વર અવધૂત બાબાનું અસલી નામ અરુણગિરી મહારાજ છે, પરંતુ તેમને એનવાયરમેન્ટ બાબા એટલે કે પર્યાવરણબાબા કહેવામાં આવે છે. જે અત્યાર સુધી સમગ્ર દેશમાં એક કરોડ છોડ લગાવી ચૂક્યા છે અને તમામને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનું કાર્ય કરે છે, આ જ કારણ છે કે આ વખતે કુંભમાં બાબા પોતાના શ્રદ્ધાળુઓને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરશે સાથે જ તેમની પાસે આવનાર શ્રદ્ધાળુઓને છોડ પણ ભેટ આપશે.

સંગમના કિનારે બાબાઓનું આગમન

સંગમની રેતી પર આયોજિત થનાર આ કુંભમાં દેશ જ નહીં પરંતુ વિદેશથી પણ શ્રદ્ધાળુ સામેલ થશે. 12 વર્ષે થનાર ધાર્મિક આયોજનને ગ્રીન કુંભનું સ્વરૂપ આપવાની પહેલ કરવામાં આવી રહી છે. કુંભ મેળો 2025ની શરુઆત ભલે 13 જાન્યુઆરીથી થાય પરંતુ સાધુઓનું અખાડામાં આવવાનો સિલસિલો શરુ થઈ ગયો છે. સાથે જ અખાડાએ છાવણી પ્રવેશ શરુ કરી દીધો છે.

અખાડાની શાન મહામંડલેશ્વર અને જાતભાતના સાધુ સંત પણ આવી રહ્યા છે. આ સાધુ સંતોમાં સામેલ મહામંડલેશ્વર અરુણગિરી મહારાજ છે. મહામંડલેશ્વરે પોતાના શરીર પર સોનાથી જડિત આભૂષણ પહેરેલા છે. જેમાં સોનાની માળા, અંગૂઠી અને હીરાજડિત ઘડિયાળ પણ સામેલ છે. એક નજરે જોવામાં બાબા ગોલ્ડન બાબાની જેમ દેખાય છે.

અરુણગિરી મહારાજ, પાયલટ બાબાના શિષ્ય છે અને આ બાબા દરેક સમયે ઘરેણાં પહેરેલા હોય છે. 10 પ્રકારના રત્નથી જડિત કિંમતી અંગૂઠીઓ પહેરે છે અને ચાંદીનો એક ધર્મ દંડ રાખે છે. હાથમાં સોનાના ઘણાં કડા અને બાજુબંધ પહેરે છે અને સ્ફટિક અને ક્રિસ્ટલના કિંમતી કડા પણ ધારણ કરે છે. તેમના તમામ આભૂષણ ભગવાનની માન્યતા સાથે જોડાયેલા છે.

આ પણ વાંચો: શિંદેની પાર્ટીમાં બળવો, દિગ્ગજ નેતાએ કહ્યું - એવું લાગે છે કે તમને સાથ આપીને મોટી ભૂલ કરી

બાબા લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરશે

પર્યાવરણ બાબા કુંભમેળામાં આ વખતે લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાના હેતુ સાથે પહોંચ્યા છે. મહાકુંભમાં જ્યાં તમામ સાધુ સંત લોકોને અધ્યાત્મથી જોડાયેલા કહાની, કિસ્સા અને કથાઓ સંભળાવશે ત્યાં આ બાબા પર્યાવરણથી જોડાયેલી મહત્ત્વપૂર્ણ વાતો સંભળાવતાં નજર આવશે. આ પહેલા પણ બાબાએ ઘણા અભિયાન પર્યાવરણને લઈને ચલાવ્યા છે અને ઘણા હજાર વૃક્ષ લગાવી ચૂક્યા છે. પર્યાવરણ બાબાએ આ વખતે મહાકુંભમાં 51 હજાર ફળદાર વૃક્ષ વહેંચવાનો સંકલ્પ લીધો છે. તેમનું કહેવું છે કે 'આવો વૃક્ષ વાવીએ જીવન બચાવીએ.'

કુંભ મેળામાં પર્યાવરણ પર ખાસ ધ્યાન

આ કુંભમાં પર્યાવરણ સુરક્ષાને ધ્યાનમાં રાખતાં પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવા માટે બાયોડિગ્રેડેબલ સામગ્રી જેમ કે ડોના-પત્રને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને પ્લાસ્ટિક મુક્ત કુંભ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

મહાકુંભનું આ નવું રૂપ ન માત્ર શ્રદ્ધાળુઓની આસ્થાને મજબૂતી આપશે પરંતુ પર્યાવરણ સુરક્ષાના મહત્ત્વપૂર્ણ સંદેશને પણ ડિસ્પ્લે કરશે. બાબા પણ આ કુંભમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા ફેલાવશે. આ એક ચર્ચિત બાબા છે, જેમણે સિંઘસ્થ કુંભમાં તંત્ર પાસેથી 34 દિવસ સુધી હેલિકોપ્ટર યજ્ઞની પરવાનગી માગી હતી. આ બાબા તેમના પહેરવેશના કારણે લોકોની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યા રહે છે.


Google NewsGoogle News