Get The App

'હેલ્પલાઇનની મદદ લેવા ગયો અને બેંક ખાતામાંથી જ પૈસા ચોરાઈ ગયા'... સાયબર ફ્રોડની આ નવી રીત મગજને હલાવી નાખશે

Updated: Jun 19th, 2024


Google NewsGoogle News
'હેલ્પલાઇનની મદદ લેવા ગયો અને બેંક ખાતામાંથી જ પૈસા ચોરાઈ ગયા'... સાયબર ફ્રોડની આ નવી રીત મગજને હલાવી નાખશે 1 - image


Image:Freepik

ભારત દેશ ડિજિટલ ઈન્ડિયા તરફ હરણફાળ ગતિ ભરી રહ્યો છે. ટેક્નોલોજીના કારણે જીવન જેટલું સરળ બન્યું છે તેટલી જ મુશ્કેલીઓ પણ વધી રહી છે. આજકાલ મોટાભાગની સમસ્યાઓ સાયબર ફ્રોડના રૂપમાં આવી રહી છે. જાગૃતિ હોવા છતાં સાયબર ફ્રોડના ગઠિયાઓ દરરોજ લોકોના બેંક ખાતા ખાલી કરવા માટે નવી રીતો ઘડી રહ્યાં છે. આજ પ્રકારના એક નવા ષડયંત્રનો પર્દાફાશ યુપીના કાનપુરમાં થયો છે. આ નવી પેટર્નમાં હેલ્પલાઇનની મદદ લેવી જ એક વ્યક્તિને મોંઘી સાબિત થઈ છે.

કાનપુરના રહેવાસી જયદીપ વર્મા તેના એક પરિચિતને પૈસા ટ્રાન્સફર કરી રહ્યાં હતા. ભૂલથી આ પૈસા બીજે ટ્રાન્સફર થઈ ગયા. આ મામલે મદદ લેવા અને ફરિયાદ નોંધાવવા માટે તેણે ગૂગલ પર બેંકનો હેલ્પલાઈન નંબર સર્ચ કર્યો અને નંબર ડાયલ કર્યો અને ખોટા ટ્રાન્ઝેક્શનની ફરિયાદ કરી. જોકે આ ફરિયાદ બાદ જે ઘટનાક્રમ બન્યો તેણે જયદીપ જ નહિ તપાસ એજન્સીઓને પણ હચમચાવી દીધી છે.

ઉડી ગયા રૂ. 1,75,200 :

હેલ્પલાઇન નંબર પર સામે વાત કરી રહેલા વ્યક્તિએ જયદીપ વર્માને એક એપ ડાઉનલોડ કરવા માટે કહ્યું. આ એપ ડાઉનલોડ કરીને બેંકની માહિતી ઉમેરતા જ જયદીપના બેંક ખાતામાંથી સાયબર ચાંચિયાએ 1,75,200 રૂપિયા ઉપાડી લીધા. આ પૈસા ઉપાડવાનો મેસેજ આવ્યો ત્યારે જયદીપને ખબર પડી કે આ તો એક નકલી હેલ્પલાઈન નંબર છે અને ઓનલાઈન ટ્રાન્ઝેકશનની ફરિયાદ કરવા જતા ઉલમાંથી ચૂલમાં પડ્યા અને સાયબર ફ્રોડ થયો છે. 

જોકે આ ઘટનાક્રમ બાદ જયદીપે તરત જ સાયબર સેલનો સંપર્ક કર્યો. ડીસીપી ક્રાઈમ અને સાયબર ક્રાઈમ આશિષ શ્રીવાસ્તવે જણાવ્યું કે ફરિયાદ મળતાં જ સાયબર ટીમ એક્શનમાં આવી અને ફ્રોડ ટ્રાન્ઝેકશનને ફ્રીઝ કર્યા બાદ પીડિતાને પૈસા પરત અપાવ્યા છે.

સાયબર ટીમની ત્વરિત કાર્યવાહી :

ડીસીપી આશિષ શ્રીવાસ્તવે કહ્યું કે લોકોએ ખૂબ કાળજી રાખવાની જરૂર છે અને કોઈ પણ સંજોગોમાં તેમની બેંકની માહિતી કોઈની સાથે શેર કરવી જોઈએ નહીં. પૈસા મળતા જયદીપે રાહતનો શ્વાસ લીધો અને સાયબર ટીમનો પણ આભાર માન્યો હતો. જયદીપને તેના પૈસા પાછા મળી ગયા હોવા છતાં ઘણા એવા લોકો છે જેમની મહેનતની કમાણી સાયબર ફ્રોડમાસ્ટર દ્વારા ચોરી કરવામાં આવે છે અને સામે પક્ષે ફરિયાદીને જ ઘણા દિવસો બેંક અને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની નોબત આવે છે.


Google NewsGoogle News