Get The App

VIDEO : 'જો આ સત્ય છે તો પછી...', તિરુપતિ પ્રસાદ વિવાદ પર બાબા બાગેશ્વરનું મોટું નિવેદન

Updated: Sep 21st, 2024


Google NewsGoogle News
VIDEO : 'જો આ સત્ય છે તો પછી...', તિરુપતિ પ્રસાદ વિવાદ પર બાબા બાગેશ્વરનું મોટું નિવેદન 1 - image


Dhirendra Krishna Shastri On Tirupati Balaji Temple : તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદ પર બાગેશ્વરધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે આને સનાતનીઓ વિરૂદ્ધ એક ષડયંત્ર ગણાવ્યું અને કહ્યું કે ભારતના સનાતનીઓનો ધર્મ ભ્રષ્ટ કરવાની પૂર્ણ તૈયારીઓ કરાઈ છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ આંધ્રપ્રદેશ સરકાર પાસે કડક કાયદો બનાવવા અને ગુનેગારોને ફાંસીની સજા આપવાની માંગ કરી.

તેમણે કહ્યું કે, 'દક્ષિણ ભારતમાં તિરુપતિ બાલાજીના પ્રસાદમાં ચરબીના ઘીના લાડૂનો પ્રસાદ વિતરણ કરાયો હતો. જો આ માહિતી સત્ય છે, તો આ ખુબ મોટો ગુનો છે, નિશ્ચિત રીતે આ ભારતના સનાતનીઓ વિરૂદ્ધ સુનિયોજિતરીતે ષડયંત્ર કરાયું છે. આ પ્રકારનું કૃત્ય કરીને ભારતના સનાતનીઓનો ધર્મ ભ્રષ્ટ કરવાની પૂર્ણ રીતે તૈયારી કરાઈ છે.'

'ભારતમાં કોઈ બીજું દુર્ભાગ્ય ન હોઈ શકે'

વધુમાં તેમણે કહ્યું કે, 'અમે તો ઈચ્છીએ છીએ કે ત્યાંની સરકાર કડકમાં કડક કાયદો બનાવીને ગુનેગારોને ફાંસીની સજા આપે. જો ભગવાનના પ્રસાદમાં ચરબીનો પ્રયોગ કરાયો કે માછલીનું તેલનો પ્રયોગ કરાયો છે, તો તેનાથી મોટું હાલમાં ભારતમાં કોઈ બીજુ દુર્ભાગ્ય ન હોઈ શકે.'

'ઊંડાણપૂર્વક તમામ સનાતની તપાસ કરાવે'

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે, 'આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ અને હું સરકારને કહીશ કે જલ્દીથી જલ્દી હિન્દુઓના મંદિરોને હિન્દુ બોર્ડને આધીન કરી દે. જેથી કોઈ પણ સનાતનીની આસ્થાને ઠેસ ના પહોંચે, આ સાંભળીને મારું મન ખુબ દુઃખી છે. હું ઈચ્છું છું કે જેટલા પણ તીર્થ સ્થળ છે ત્યાં ઊંડાણપૂર્વક તમામ સનાતની તપાસ કરાવે. આ પ્રકારની ઘટના ફરી ન હોય, એટલા માટે તમામ એકજુટ થઈને તૈયાર રહે અને હવે મંદિરોને સનાતનીઓને જ આધીન કરી દેવા જોઈએ નહીતર તેનાથી આવી સ્થિતિ નિર્માણ થતી રહેશે.'

જાનવરોની ચરબીની મિલાવટની પુષ્ટિ થઈ હતી

જણાવી દઈએ કે, આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરના લાડુમાં ફિશ ઓઇલ અને જાનવરોની ચરબી મિલાવવાની પુષ્ટિ થઈ હતી. રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ (NDDB)ના રિપોર્ટના અનુસાર, તિરુપતિ મંદિરમાં લાડુઓનો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે, જેમાં જાનવરોની ચરબી અને માછલીનું તેલ ભેળવાયું છે. આ બધુ તે ઘીમાં મળ્યું, જેનાથી લાડૂ તૈયાર કરવામાં આવે છે.


Google NewsGoogle News