VIDEO: મહારાષ્ટ્રમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમમાં નાસભાગ, ભભૂતિ લેવા માટે લોકોએ અફરાતફરી મચાવી
Dhirendra Shastri Program Stampede: બાગેશ્વર ધામના મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી આજે મહારાષ્ટ્રના ભિવંડીના માનકોલી નાકા નજીક ઇન્ડિયન ઓઇલ કંપનીમાં એક કાર્યક્રમમાં આવ્યા હતા. આ કાર્યક્રમ બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ જનતાને કહ્યું કે, 'હું સૌને ભભૂતિ આપીશ. એક-એક કરીને પહેલા મહિલાઓ આવે અને ત્યારબાદ પુરૂષો આવે.' પરંતુ જોતજોતામાં ભીડ એટલી ઉમટી કે એકની ઉપર એક ચડીને લોકો ભભૂતિ લેવા દોડ્યા.
તમામ મહિલાઓએ પહેલા લાઈન લગાવી અને પછી પુરૂષોએ લાઈન લગાવી. બાબા પાસેથી ભભૂતિ લેવા માટે પરંતુ જોતજોતામાં ભીડ એક સાથે એટલી ઉમટી પડી કે કંટ્રોલ બહાર થઈ ગઈ અને તમામ લોકો પહેલા ભભૂતિ મેળવવા માટે આગળ વધી રહ્યા હતા. પરંતુ આ દરમિયાન ભીડ વધી જતાના કારણે લોકો એકની ઉપર એક ચઢવા લાગ્યા અને નાસભાગની સ્થિતિ સર્જાઈ. વીડિયોમાં તમે જોઈ શકો છો કે જે આસપાસ ઉભેલા બાઉન્સરોએ લોકોને ખેંચી ખેંચીને બહાર કાઢ્યા અને સ્ટેજ પર બેસાડ્યા. જેમાં સૌથી વધુ મહિલાઓને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. તે લોકોને એક સાઈડમાં બેસાડી દેવાયા.
પોલીસે લોકોને હટાવવાનો પ્રયાસ કર્યો
જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીને જોયા કે મોટા પ્રમાણમાં લોકો એકઠા થઈ ગયા તો તેઓ સ્ટેજ પરથી ઉઠીને ચાલ્યા ગયા અને ત્યારબાદ લોકો સ્ટેજ પર ચઢવા લાગ્યા. જેના કારણે ત્યાં હજાર પોલીસે લોકોને હટાવવાનો પ્રયાસ કર્યો. જો કે, આ ઘટનાને લઈને કોઈ નુકસાનીના સમાચાર નથી.
આ પણ વાંચો: ભાજપે કેજરીવાલ વિરુદ્ધ પરવેશ વર્માને ચૂંટણી મેદાને ઉતાર્યા, ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર