Get The App

NTAમાં ધરમૂળથી સુધારા જરૂરી, ગુનેગારોને છોડીશું નહીં: NEET વિવાદ વચ્ચે શિક્ષણ મંત્રીનું મોટું નિવેદન

Updated: Jun 16th, 2024


Google NewsGoogle News
NTAમાં ધરમૂળથી સુધારા જરૂરી, ગુનેગારોને છોડીશું નહીં: NEET વિવાદ વચ્ચે શિક્ષણ મંત્રીનું મોટું નિવેદન 1 - image


NEET Paper Leak Case : નીટ-યુજી 2024ની પરીક્ષા રદ કરવાની માંગ બાદ સુપ્રીમ કોર્ટે ગ્રેસ માર્કસ મેળવનાર 1563 વિદ્યાર્થીઓની ફરીથી પરીક્ષા લેવાના આદેશ આપી દીધો છે. તો બીજીતરફ દેશભરમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને યુટર્ન લીધો હોય, તેવું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, નીટ પરીક્ષામાં કેટલીક ગડબડ થઈ છે. આ મામલામાં જે પણ અધિકારીઓ સામેલ હશે, તેને છોડવામાં નહીં આવે. તેમણે એમ પણ કહ્યું કે, એનટીએમાં ધરમૂળથી સુધારાની જરૂર છે.

દેશભરમાં એનટીએનો વિરોધ

ઉલ્લેખનીય છે કે, નીટ પરીક્ષાના પરિણામમાં ધાંધલી મુદ્દે દેશભરમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ એનટીએનો વિરોધ કરી રહ્યા છે. દિલ્હી યુનિવર્સિટી અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી જેવી મોટી શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થી સંગઠનો NSUI, AISA, SFI અને ABVPના વિદ્યાર્થીઓ પણ અવાજ ઉઠાવી રહ્યા છે. બીજીતરફ નીટ પેપર લીક મામલે બિહાર, પટણા-નાલંદા અને ગુજરાતના ગોધરા તરફ ઈશારા કરતા ઘણા પુરાવા મળ્યા છે. આ મામલે સતત ધરપકડનો દોર પણ ચાલી રહ્યો છે. પૂછપરછ દરમિયાન બિહારમાં પકડાયેલા ઘણા આરોપીઓએ પેપર લીક અને એજન્સીના અધિકારીઓને સાંઠગાંઠની વાત કબુલી છે. હવે કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ પણ નીટમાં ગડબડ થઈ હોવાની વાત સ્વિકારી છે.

NEET મામલમાં બે પ્રકારની અવ્યવસ્થા : કેન્દ્રીય શિક્ષણ મંત્રી

સમાચાર એજન્સીના અહેવાલો મુજબ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, ‘NEET મામલમાં બે પ્રકારની અવ્યવસ્થા સામે આવી છે. પહેલી બાબત એ છે કે, કેટલાક વિદ્યાર્થીઓને ઓછો સમય મળતા, તેમને ગ્રેસ નંબર અપાયા. જ્યારે બીજી, બે સ્થળોએ કેટલીક ગડબડ થઈ હોવાનું સામે આવ્યું છે. હું વિદ્યાર્થીઓ અને વાલીઓને આશ્વાસન આપું છું કે, સરકારે આ બંને બાબતોને ગંભીરતાથી લીધી છે. અમને માહિતી મળી છે. અમે તમામ વિષયોને એક નિર્ણયની સ્થિતિ સુધી લઈ જઈશું. તેમાં જે પણ મોટા અધિકારીઓ સામેલ હશે, તેમેન છોડવામાં નહીં આવે. NTAમાં ધરમૂળથી સુધારાની જરૂર છે. આ મુદ્દે સરકાર ચિંતા કરી રહી છે, કોઈપણ ગુનેગારને છોડવામાં નહીં આવે. મામલામાં સામેલ તમામને કડકમાં કડક દંડ ફટકારાશે.’


પરીક્ષા મુદ્દે સાત હાઈકોર્ટમાં અરજી, સુપ્રીમમાં આઠમીએ સુનાવણી

ઉલ્લેખનીય છે કે, નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ નીટ પરીક્ષા-2024ના પરિણામો મુદ્દે પહેલીવાર એવા નિર્ણયો લીધા છે, જેના કારણે પરીક્ષામાં અનિયમિતતા મુદ્દે સવાલો ઉઠ્યા છે. નીટ પરીક્ષામાં છબરડાં મામલે દિલ્હી હાઈકોર્ટ સહિત સાત હાઈકોર્ટમાં અરજીઓ દાખલ થઈ છે. આ તમામ અરજીઓને એકસાથે જોડી સુપ્રીમ કોર્ટમાં આઠ જુલાઈએ સુનાવણી હાથ ધરાશે. આ અરજીઓમાં નીટ પેપર લીક અને સીબીઆઈ તપાસની માંગ કરતી અરજીઓ પણ સામેલ છે.

NEET પેપર લીકમાં બિહારના જૂનિયર એન્જિનિયરની સંડોવણી, સુપ્રીમમાં પરીક્ષા રદ કરવા માગ

નીટ રદ કરવા અને સીબીઆઈ તપાસની માંગ સાથે વિદ્યાર્થીઓની સુપ્રીમમાં પહોંચ્યા

નીટ વિવાદ : 1563 વિદ્યાર્થીઓનું ગ્રેસિંગ રદ : ફરી પરીક્ષાનો વિકલ્પ

NEET વિવાદ: સુપ્રીમ કોર્ટે કહ્યું- 1563 વિદ્યાર્થીઓએ ફરી આપવી પડશે પરીક્ષા, કાં તો ગ્રેસ માર્ક્સ છોડે


Google NewsGoogle News