Budget 2025: બજેટમાં ખેડૂતો માટે ધન-ધાન્ય યોજનાની મોટી જાહેરાત, 1.7 કરોડ ખેડૂતોને થશે ફાયદો
Dhan-Dhanya Yojana Benefits : કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યા છે. તેમણે ખેડૂતોને મોટી ભેટ આપતાં પ્રધાનમંત્રી ધન-ધાન્ય યોજનાની જાહેરાત કરી છે. આ યોજના અંતગર્ત ઉત્પાદન, આધુનિક ખેતીની ગહનતા અને સરેરાશ કરતાં ઓછા વ્યાજના માપદંડોવાળા 100 જિલ્લાનો સમાવેશ કરવામાં આવશે. તેનાથી 1.7 કરોડ ખેડૂતોને ફાયદો થશે.
નિર્મલા સીતારમણે કહ્યું કે કેન્દ્ર સરકાર રાજ્યો સરકાર સાથે મળીને યોજના ચલાવશે. ગરીબ, મહિલાઓ, ખેડૂતો અને યુવાનોના સુધારણા પર અમારું ફોકસ રહેશે. ફાર્મ ગ્રોથ, મેન્યુફેક્ચરિંગ અને ગ્રામીણ વિકાસ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ફાયનાન્શિયલ સેક્ટરમાં સુધારા પર ધ્યાન આપવામાં આવશે. ખેડૂતોને ધન ધાન્ય યોજનાની ભેટ આપવાની સાથે જ તેમણે ખેડૂતોને વધુ એક મોટી ભેટ આપી છે.
કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ વધી
બજેટ રજૂ કરતાં નાણાંમંત્રીએ જાહેરાત કરી છે કે કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ 3 લાખથી વધારીને હવે 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ સાથે જ તેમણે કહ્યું કે ટેક્સ, વીજળી, કૃષિ, ખનન અને શહેરી વિસ્તારના સુધારાને આગળ વધારવામાં આવશે. વિકસિત ભારત અંતગર્ત ગરીબી ખતમ કરવાનો અમારો ટાર્ગેટ છે, 100 ટકા ગુણવત્તાપૂર્ણ શિક્ષણ, વ્યાજબી અને મોટાપાયે સ્વાસ્થ્ય સેવાઓને સુનિશ્વિત કરવામાં આવશે.
આ પણ વાંચો: Budget 2025: કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ 3 લાખથી વધારીને 5 લાખ કરાઇ, PM ધનધાન્ય યોજનાની જાહેરાત
બિહારના મખાના ખેડૂતોને માટે મોટી ભેટ
તેમણે કહ્યું કે આ બજેટનો હેતુ પરિવર્તનકારી સુધારાને આગળ વધારવાનો છે. નાણાંમંત્રીના પટારામાંથી બિહારના ખેડૂતો માટે મોટી ભેટ નીકળી છે. નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે બિહારમાં મખાના બોર્ડ બનાવવામાં આવશે. તેમાં મખાનાના ઉત્પાદનથી માંડીની તેના માર્કેટિંગને પ્રોત્સાહન આપવામાં આવશે. આ કામ સાથે સંકળાયેલા લોકોને એફ.પી.ઓ.ના રૂપમાં સંગઠિત કરવામાં આવશે.
નિર્મલા સીતારમણે કહ્યું કે યુરિયા ઉત્પાદનમાં આત્મનિર્ભરતા માટે સરકારે પૂર્વી ક્ષેત્રમાં બંધ પડેલા 3 યુરિયા પ્લાન્ટ્સને ફરીથી ખોલ્યા છે. યુસરિયાના પુરવઠાને વધારવા માટે અસમના નામરૂપમાં 12.7 લાખ મેટ્રિક ટનની વાર્ષિક ક્ષમતા વાળો એક પ્લાન્ટ સ્થાપવામાં આવશે.