એરલાઈન્સ કંપનીઓ બેદરકાર બની ! DGCAએ 2023માં 542 ફરિયાદમાં કાર્યવાહી કરી

એરલાઈન્સ કંપની, કર્મચારી, પાયલોટ, ક્રુ-મેમ્બર સહિતનાઓ સામે કાર્યવાહી કરી

ડીજીસીએને 2022ની તુલનાએ 2023માં સૌથી વધુ ફરિયાદો મળી

Updated: Jan 3rd, 2024


Google NewsGoogle News
એરલાઈન્સ કંપનીઓ બેદરકાર બની ! DGCAએ 2023માં 542 ફરિયાદમાં કાર્યવાહી કરી 1 - image

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ વર્ષ 2023માં નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 542 ફરિયાદોમાં કાર્યવાહી કરી છે. સૌથી મોટી વાત એ છે કે, વર્ષ 2022માં 305 ફરિયાદ નોંધાઈ હતી, જ્યારે 2023ની સૌથી વધુ ફરિયાદો પરથી એરલાઈન્સ કંપનીઓની બેદરકારી વધી હોય તેવો રિપોર્ટ સામે આવ્યો છે.

એરલાઈન્સ ઉદ્યોગમાં સુરક્ષા નિયમો સૌથી ઉપર

DGCAએ કહ્યું કે, એરલાઈન્સ ઉદ્યોગમાં સુરક્ષા નિયમો સૌથી ઉપર છે, તેમાં કોઈપણ પ્રકારની સમજુતી ન કરી શકાય. સુરક્ષા વધારવાના હેતુથી ડીજીસીએએ 2023માં કુલ 542 ફરિયાદોમાં કાર્યવાહી કરી છે, જ્યારે 2022માં 305 ફરિયાદોમાં કાર્યવાહી કરાઈ હતી. ડીજીસીએએ કહ્યું કે, વધુ કડક સુરક્ષા બનાવવના હેતુથી એરલાઈન્સ, એયરોડ્રમ, ઑપરેટરો, સંસ્થાઓ અને કર્મચારીઓ પર દેખરેખ કામગીરી વધુ કડક બનાવાઈ છે.

2023માં 542 ફરિયાદોમાં કાર્યવાહી

તેમણે જણાવ્યું કે, નિયમોનું ઉલ્લંધન કરનાર કર્મચારીઓ, એરલાઈન્સ અને અન્ય ઑપરેટરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે ડેટા શેર કરી કહ્યું કે, 2023માં તુલ 542 ફરિયાદોમાં કાર્યવાહી કરાઈ છે. ઉલ્લેખનિય છે કે, ડીજીસીએએ 2023માં કરેલી મોટી કાર્યવાહીમાં એર ઈન્ડિયાની મંજૂર તાલીમ સંસ્થાનું સસ્પેન્શન, નિયમોનું ઉલ્લંઘન કરવા મામલે એર એશિયા, ઈન્ડિગો અને સ્પાઈસ જેટને નાણાંકીય દંડ સહિતની બાબતો સામેલ છે. ઉપરાંત ભુલ કરનારા પાયલોટ અને કેબિન ક્રૂ મેમ્બર્સ, એટીસીઓ, એરપોર્ટ સંચાલકો સહિતનાઓ સામે કાર્યવાહી કરાઈ છે.


Google NewsGoogle News