એર ઈન્ડિયાને રૂ.10 લાખનો દંડ, મુસાફરોને અપાતી સુવિધાના નિયમો નેવે મુકતા DGCAએ કરી કાર્યવાહી

DGCAએ નિયમોનું પાલન ન કરવા બદલ ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયાને દંડ ફટકાર્યો

કંપનીએ મુસાફરોને અપાતી સુવિધા-વળતર સંબંધિત બાબતોના નિયમોનું પાલન કરતા કાર્યવાહી કરાઈ

Updated: Nov 22nd, 2023


Google NewsGoogle News
એર ઈન્ડિયાને રૂ.10 લાખનો દંડ, મુસાફરોને અપાતી સુવિધાના નિયમો નેવે મુકતા DGCAએ કરી કાર્યવાહી 1 - image

નવી દિલ્હી, તા.22 નવેમ્બર-2023, બુધવાર

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ નિયમોનું પાલન ન કરવા બદલ ટાટા ગ્રૂપ (TATA Group)ની માલિકીની એર ઈન્ડિયા (Air India)ને 10 લાખ રૂપિયાનો નાણાકીય દંડ ફટકાર્યો છે. ડીજીસીએએ જણાવ્યું કે, મે અને સપ્ટેમ્બરમાં દિલ્હી, કોચી અને બેંગ્લોર એરપોર્ટ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં એર ઈન્ડિયાએ મુસાફરોને અપાતી સુવિધા, વળતર સંબંધિત બાબતોના DGCIના નિયમો મુજબ પાલન કર્યું ન હતું.

ત્યારબાદ રેગ્યુલેટરે આ મામલે એર ઈન્ડિયાને 3 નવેમ્બરે કારણ બતાવો નોટિસ જારી કરી હતી, જેમાં સંબંધિત નિયમોની જોગવાઈઓનું પાલન ન કરવા બદલ તેમનો જવાબ માંગવામાં આવ્યો હતો. એર ઈન્ડિયાએ તેના જવાબમાં જણાવ્યું હતું કે, તેણે CARની જોગવાઈઓનું પાલન કર્યું નથી.


Google NewsGoogle News