ડીજીસીએએ એર ઇન્ડિયાને શો કોઝ નોટીસ ફટકારી
ગયા વર્ષે યાત્રીઓને બાર્ડિંગથી વંચિત રાખવા બદલ એર ઇન્ડિયાને દસ લાખનો દંડ થયો હતો
યાત્રીઓની સુવિધા માટેના માપદંડ પાલન ન કર્યુ
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૭
એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ યાત્રીઓને આપવામાં આવતી સુવિધાઓ
સાથે જોડાયેલા માપદંડોનું પાલન ન કરવા બદલ એર ઇન્ડિયાને કારણદર્શક નોટીસ
ફટકારવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન
(ડીજીસીએ)એ ગયા વર્ષે યાત્રીઓને બોર્ડિંગથી વંચિત રાખવા બદલ સિવિલ એવિએશન
રિકવાયરમેન્ટ (સીએઆર)ની જોગવાઇઓનું પાલન ન કરવા માટે એર ઇન્ડિયાને ૧૦ લાખ રૃપિયાનો
દંડ ફટકારવામાં આવ્યો હતો.
ડીજીસીએએ મંગળવારે જણાવ્યું હતું કે તે મે, ૨૦૨૩થી વિભિન્ન
પ્રમુખ એરપોર્ટ પર શિડયુલ્ડ ડોમેસ્ટિક એરલાઇન્સનું નિરીક્ષણ કરી રહ્યું છે.
ડીજીસીએએ એક નિવેદનમાં જણાવ્યું છે કે તપાસ દરમિયાન જાણવા
મળ્યું હતું કે એર ઇન્ડિયા સંબધિત સીએઆર જોગવાઇઓનું પાલન કરી રહી ન હતી.
એર ઇન્ડિયાને કારણદર્શક નોટીસ ફટકારી સીએઆરની જોગવાઇઓનું
પાલન ન કરવા બદલ જવાબ માંગવામાં આવ્યો છે. આ નોટીસ અંગે એર ઇન્ડિયા અત્યાર સુધી
કોઇ નિવેદન આપવામાં આવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે ભારતમાં ડોમેસ્ટિક એર પેસેન્જર ટ્રાફીકનું
પ્રમાણ વધી રહ્યું છે. ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકાસ પામતુ સિવિલ એવિએશન માર્કેટ
છે.