પાયલોટોના આરામ કરવાના નિયમો લાગુ કરવા ડીજીસીએ ગંભીર, અનેક એરલાઈન્સનો વિરોધ
એરલાઈન્સોને DGCAનો નવો નિયમ પસંદ ન આવ્યો
ડીજીસીએએ નિયમ મુલતવી રાખવાની એરલાઈન્સોની વિનંતી નકારી
What is the new rest rule for pilots : નાગરિક ઉડ્ડયન મંત્રાલયે (Civil Aviation Ministry) પાઈલટ્સના કામના કલાકોમાં ફેરફાર કર્યો છે. નવા નિયમો પાઈલટ્સ (Pilots Ruls)ની થાકની સમસ્યાને ધ્યાનમાં રાખીને બનાવાયા હતા. નવા નિયમ મુજબ પાઈલટ્સના આરામના કલાકોમાં વધારો કરાયો છે અને ફ્લાઈટ ડ્યુટીનો સમય ઘટાડાયો છે. આ નિયમો 8 જાન્યુઆરીએ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા રજુ કરાયો હતો. પહેલી જૂનથી અમલ થનારા આ નિયમ મુજબ પાઈલોટ્સ માટે સાપ્તાહિક આરામનો સમય અઠવાડિયાના 36 કલાકથી વધારીને 48 કલાક કરાયો છે.
એરલાઈન્સોને DGCAનો નવો નિયમ પસંદ ન આવ્યો
જોકે DGCAનો આ નિર્ણય એરલાઈન્સે પસંદ આવ્યો નથી અને નવા પાયલટ ડ્યુટી નિયમોને હાલ મુલતવી રાખવા વિનંતી કરી છે. પરંતુ DGCAએ એરલાઈન્સની વિનંતીને નકારી કાઢી છે અને કહ્યું છે કે, નવો નિયમ પહેલી જૂનથી જ લાગુ થશે. ડીજીસીએએ નવા નિયમોનો કડકાઈથી પાલન કરવા આદેશ આપ્યો છે.
નવા નિયમો શું છે?
નવા નિયમો મુજબ પાઈલટ્સ માટે અઠવાડિયામાં આરામનો સમયગાળો 36 કલાકથી વધારીને 48 કલાક કરાયો છે. નિયમ મુજબ રાત્રિ દરમિયાન પાયલોટ દ્વારા ઉડાવાતી ફ્લાઈટના કલાકો પણ ઘટાડા છે. અગાઉ પાઈલોટો રાત્રી દરમિયાન છ વખત ફ્લાઈટ લેન્ડિંગ કરી શકતા હતા, જેને હવે ઘટાડીને બે કરાયા છે. અગાઉ નાઈટ શિફ્ટનો સમય અડધી રાતથી સવારે 5.00 વાગ્યા સુધીનો હતો, જેમાં એક કલાક વધારો કરી 6.00 વાગ્યાનો કરાયો છે. મોટાભાગની ફ્લાઈટ ડ્યુટીનો સમયગાળો પણ 10 કલાકથી ઘટાડીને આઠ કલાક કરાયો છે.