ભક્તોએ તોડ્યા તમામ રેકોર્ડ, ઇતિહાસમાં પહેલીવાર કપાટ ખુલતા જ આટલા શ્રદ્ધાળુ પહોંચ્યા કેદારનાથના દર્શને

Updated: May 11th, 2024


Google NewsGoogle News
ભક્તોએ તોડ્યા તમામ રેકોર્ડ, ઇતિહાસમાં પહેલીવાર કપાટ ખુલતા જ આટલા શ્રદ્ધાળુ પહોંચ્યા કેદારનાથના દર્શને 1 - image


Image: Facebook

Kedarnath Dham: પંચકેદારમાં મુખ્ય કેદારનાથ ધામના કપાટ ખુલતાની સાથે જ યાત્રામાં નવો અધ્યાય પણ જોડાઈ ગયો છે. શુક્રવારે કપાટોદ્ધાટન પર ધામમાં 29030 શ્રદ્ધાળુઓએ બાબા કેદારના દર્શન કર્યાં. ઈતિહાસમાં પહેલી વખત એવું થયું કે કપાટોદ્ધાટનના અવસરે આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં.

શ્રીબદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિના કાર્યધિકારી રમેશ ચંદ્ર તિવારીએ કહ્યું કે આ સિદ્ધિથી યાત્રામાં નવો અધ્યાય જોડાઈ ગયો છે. પહેલા દિવસે જે રીતે શ્રદ્ધાળુઓનો ઉત્સાહ જોવા મળ્યો છે, તેનાથી આશા છે કે આગામી દિવસોમાં શ્રદ્ધાળુઓની સંખ્યા વધી શકે છે. ભગવાન આશુતોષનું બારમું જ્યોતિર્લિંગમાં એક કેદારનાથ ધામના કપાટ વેદ મંત્રોચ્ચારની વચ્ચે શુભ લગ્ન પર શુક્રવારે સવારે 7 વાગે ખોલી દેવાયા. આ અવસરે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સહિત ઘણા લોકોએ બાબા કેદારના દર્શન કર્યાં. હજારો શ્રદ્ધાળુ પણ આ પાવન પળના સાક્ષી બન્યા.

બાબાના દર્શન માટે ભક્તોની રાતે એક વાગ્યાથી લાઈન લાગવાનું શરૂ થઈ ગયું હતું. શુક્રવારે સવારે 6 વાગ્યાથી જ મંદિરમાં કપાટ ખુલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. સવારે 6.30 વાગે કેદારનાથ ધામના રાવલ ભીમાશંકર લિંગ, ધામ માટે નિયુક્ત મુખ્ય પૂજારી શિવ શંકર લિંગ પરંપરાઓ અનુસાર મંદિરમાં પહોંચ્યા.

રાવલ ભીમાશંકર લિંગે કહ્યું કે ભગવાન કેદારનાથ છ મહિના માટે પોતાના ધામમાં વિરાજમાન થઈ ગયા છે. હવે બાબાના ભક્ત છ મહિના સુધી પોતાના આરાધ્યના દર્શન અને પૂજા-અર્ચના ધામમાં જ કરશે. તેમણે ભગવાન કેદારનાથથી દેવભૂમિ ઉત્તરાખંડ અને સમસ્ત ભારતની સુખ-સમૃદ્ધિની કામના કરી.

આ ઉપરાંત સવારે 7 વાગે ધામના કપાટ ખોલવામાં આવ્યા. આ અવસરે સમગ્ર કેદારનાથ વિસ્તાર બાબાના જયકારથી ગૂંજી ઉઠ્યો. સવારે 10 વાગ્યા સુધી સમગ્ર મંદિર પરિસર ભક્તોથી સંપૂર્ણપણે ભરાયેલું હતું. 

મુખ્ય પૂજારી શિવ શંકર લિંગે બાબા કેદારને સમાધિથી જાગૃત કર્યા અને પૂજા-અર્ચના કરીને અન્ય પરંપરાઓ અનુસરી. તે બાદ બાબા કેદારના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. 


Google NewsGoogle News