ઇન્દોરની લેડીસ હોસ્ટેલમાં વિદ્યાર્થિની ચૂડેલ બની ડરાવતી
- દેવી અહિલ્યા યુનિવર્સિટી હોસ્ટેલમાં ડરામણા દ્રશ્યો
- ફરિયાદના પગલે હોસ્ટેલ મેનેજમેન્ટના આકરા પગલાં : વિદ્યાર્થિનીને કાઢી મૂકાઈ
ઇન્દોર : દેવી અહિલ્યા યુનિવર્સિટીની વાઇસ ચાન્સેલર ડો રેણુ જૈને જણાવ્યું હતું કે એક વિદ્યાર્થીની રાત્રીના સમયે પોતાના વાળ ખોલીને રાત્રીના સમયે હોસ્ટેલમાં ડરામણા અવાજ કાઢીને દોડાદોડી કરતી હતી. આવા વાતાવરણથી અન્ય વિદ્યાર્થીનીઓ ખૂબ જ ભયભીત બની હતી.
યુનિવર્સિટીની ન્યૂ સીવી રમન હોસ્ટેલમા રહેતી એક વિદ્યાર્થીની પોતાની સાથી વિદ્યાર્થીનીઓને રાત્રીના સમયે ચુડેલનું રૂપ ધારણ કરીને ડરાવતી હતી. આ કિસ્સાની ફરિયાદ અને તપાસ બાદ યુનિવર્સિટી મેનેજમેન્ટે આ વિદ્યાર્થીનીને હોસ્ટેલમાંથી કાઢી મુકી છે. અને હવે તેને હોસ્ટેલમાં પ્રવેશ નહી આપવાનો નિર્ણય કર્યો છે.
આ ડરામણી હરકતની ફરિયાદ યુનિવર્સિટી મેનેજમેન્ટને કરવામાં આવી હતી, ત્યાર બાદ આ ફરિયાદ પ્રોક્ટોરિયલ બોર્ડમાં રાખવામાં આવી હતી. આ બનાવથી અન્ય વિદ્યાર્થીનીઓ ડરી ગઇ હોવાથી બાબતની ગંભીરતાને ધ્યાને લઇને વિદ્યાર્થીનીઓને અન્ય ગેસ્ટ હાઉસમાં શીફ્ટ કરવામાં આવી હતી ત્યાર બાદ તેઓને પરીક્ષા આપવા હિંમત આપવામાં આવી હતી.
તાજેતરમાં શરૂ થયેલા નવા શૈક્ષણીક વર્ષ દરમિયાન અન્ય વિદ્યાર્થીનીઓને આવુ કૃત્ય કરનાર વિદ્યાર્થીની ને હોસ્ટેલમા પ્રવેશ સામે વાંધો ઉઠાવતા આ વિદ્યાર્થીનીને હોસ્ટેલમા પ્રવેશ આપવામાં આવ્યો નથી. અત્રે એ ઉલ્લેખનીય છે કે ચુડેલનો વેશ ધારણ કરીને વિદ્યાર્થીનીઓને ડરાવનાર વિદ્યાર્થીની બુરહાનપુર જિલ્લાની રહેવાસી છે, અને યુનિવર્સિટીમા બીજા વર્ષની વિદ્યાર્થીની છે.