Get The App

ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન બાદ દિગ્ગજ નેતાની RSS સાથે મેરેથોન બેઠક, મોટું પગલું ભરવાની તૈયારી?

Updated: Jun 7th, 2024


Google NewsGoogle News
ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન બાદ દિગ્ગજ નેતાની RSS સાથે મેરેથોન બેઠક, મોટું પગલું ભરવાની તૈયારી? 1 - image


Lok Sabha Elections Result 2024 | લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભાજપના ખરાબ પ્રદર્શનની જવાબદારી લેતા નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપવાની ઓફર કરી હતી. હવે સમાચાર છે કે ફડણવીસે ગુરુવારે લગભગ બે કલાક સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આ બેઠક બાદ અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે કે તેઓ કોઈ મોટું પગલું ભરી શકે છે. 

ફડણવીસના નિવાસે જ બેઠક યોજાઈ 

નાગપુરમાં ફડણવીસના નિવાસસ્થાને ગુરુવારે એક બેઠક યોજાઈ હતી. આ દરમિયાન આરએસએસના ઘણા અગ્રણી અધિકારીઓ પણ ફડણવીસના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ બેઠક બાદ ફડણવીસ દિલ્હી જવા રવાના થયા હતા. પરંતુ આ બેઠકમાં શું થયું તેની ચોક્કસ માહિતી હજુ સુધી મળી નથી.

શું થયું બેઠકમાં? 

આ બેઠકને લઈને એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે RSSના અધિકારીઓએ ફડણવીસને કેટલીક સૂચનાઓ અથવા સલાહ આપી હશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સંઘના અધિકારીઓએ ફડણવીસને રાજીનામું ન આપવાની પણ સરકારમાં રહેવાની સલાહ આપી હશે.

શું કહ્યું ફડણવીસે?

મહારાષ્ટ્રમાં ભાજપના ખરાબ પ્રદર્શનની જવાબદારી લેતા દેવેન્દ્ર ફડણવીસે બે દિવસ પહેલા નાયબ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની ઓફર કરી હતી. તેમણે એક નિવેદનમાં કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં ભાજપને જે ઝટકો લાગ્યો તેની સંપૂર્ણ જવાબદારી હું લઉં છું, કારણ કે હું પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યો હતો. હું રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીને વિધાનસભા ચૂંટણી માટે પૂર્ણ સમય આપવા માંગુ છું. હું ભાજપ હાઈકમાન્ડને વિનંતી કરું છું કે મને સરકારની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે જેથી હું આગામી ચૂંટણીમાં પાર્ટી માટે સખત મહેનત કરી શકું.

ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન બાદ દિગ્ગજ નેતાની RSS સાથે મેરેથોન બેઠક, મોટું પગલું ભરવાની તૈયારી? 2 - image


Google NewsGoogle News