મહારાષ્ટ્રમાં ફરી ભાજપ ભીંસમાં: બંગલાની જગ્યાએ ફ્લેટ મળતા શિંદે જૂથના અનેક નેતા નારાજ
Devendra Fadnavis Government: મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ સરકારના નવા મંત્રીઓને સરકારી મકાનો ફાળવવામાં આવ્યા છે. જેમાં હવે મંત્રીઓને આપવામાં આવેલા સરકારી મકાનને લઈને વિવાદ શરૂ થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શિવસેનાના કેટલાક મંત્રીઓને સરકારી બંગલાના બદલે સરકારી ફ્લેટ ફાળવવામાં આવ્યા છે. જેના કારણે શિવસેના શિંદે જૂથના મંત્રીઓ નારાજ છે.
આ મામલે શિવસેનાના મંત્રીઓ ગુસ્સે થયા
ભાજપના ટોચના મંત્રીઓને પોશ સરકારી બંગલા ફાળવવામાં આવ્યા છે, જ્યારે શિવસેનાના કેટલાક કેબિનેટ મંત્રીઓને ફ્લેટ આપવામાં આવ્યા છે. બંને પક્ષના મંત્રીઓને આપવામાં આવેલા ફ્લેટની યાદી બહાર આવી છે. આ યાદી સરકારના આદેશ મુજબ છે.
મંત્રીઓને આપવામાં આવેલા ફ્લેટની યાદી
જેમાં ચંદ્રશેખર બાવનકુલે- રામટેક, રાધાકૃષ્ણ વિખે પાટીલ- રોયલસ્ટોન, રાહુલ નાર્વેકર – શિવગીરી, પંકજા મુંડે- પર્ણકુટી, શંભુરાજે દેસાઈ- મેઘદૂત, સંજય રાઠોડ - શિવનેરી, ગણેશ નાઈક- પવનગઢ, ધનંજય મુંડે- સાતપુડા, ચંદ્રકાંત પાટીલ- સિંહગઢ, ગિરીશ મહાજન- સેવા સદન, મંગલ પ્રભાત લોઢા- વિજયદુર્ગ, અશોક ઉઇકે- લોહગઢ, આશિષ શેલાર- રત્નાશિશુ, દત્તાત્રય ભરણે- સિદ્ધગઢ, અદિતિ તટકરે- પ્રતાપગઢ, શિવેન્દ્રરાજે ભોસલે- પન્હાલગઢ, જયકુમાર ગોરે- પ્રચીતિગઢ, ગુલાબરાવ પાટીલ- જેતવન, નરહરિ ઝિરવાલ- સુરુચી 9, સંજય સાવકારે- અંબર 32, સંજય શિરસાઠ- અંબર 38, પ્રતાપ સરનાઈક- અવંતિ 5, ભરત ગોગાવલે- સુરુચી 2, મકરંદ પાટીલ- સુરુચી 3, ઈન્દ્રનીલ નાઈક - સુનીતિ 9, પંકજ ભોયર - સુનીતિ 2, યોગેશ કદમ - સુનીતિ 10, આશિષ જયસ્વાલ - સુનીતિ 1, મેઘના બોર્ડીકર - સુનીતિ 6, માધુરી મિસાલ - સુરુચી 18, પ્રકાશ અબિટકર - સુરુચી 15, માણિકરાવ કોકાટે - અંબર 27 ફાળવવામાં આવ્યું છે.
એકનાથ શિંદેને શહેરી વિકાસ ખાતું મળ્યું
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શનિવારે સાંજે વિભાગોના વિભાજનની જાહેરાત કરી હતી. જેમાં ફડણવીસે ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખ્યું છે. ડેપ્યુટી સીએમ અજિત પવારને નાણા વિભાગ, જ્યારે એકનાથ શિંદેને શહેરી વિકાસ વિભાગ આપવામાં આવ્યો હતો.