Get The App

મહારાષ્ટ્ર સરકારમાં માથાકૂટ! ફડણવીસ સરકારના નિર્ણય સામે શિંદેસેના ભડકતાં નિર્ણય પાછો ખેંચાયો

Updated: Jan 20th, 2025


Google NewsGoogle News
Maharashtra Govt


Maharashtra Govt stay on Guardian Ministers: મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના કરી છે. મંત્રાલયોની ફાળવણી બાદ કામકાજ ચાલી રહ્યું છે. પરંતુ મહાયુતિમાં ખેંચતાણ સતત વધી રહી છે. રવિવારે રાજ્ય સરકારે નાસિક અને રાયગઢ જિલ્લામાં પ્રભારી મંત્રીની નિમણૂકમાં એનસીપી અને ભાજપના નેતાને સ્થાન આપવાનો આદેશ જાહેર કરતાં શિંદે જૂથની શિવસેનામાં અસંતોષની લાગણી ફેલાઈ છે. અનેક સ્થળો પર શિવસેના વિરોધ પ્રદર્શન કરી રહી છે. પરિણામે આ આદેશ પર સ્ટે મૂકવામાં આવ્યો છે.

દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની મહારાષ્ટ્ર સરકારે નાસિકના પ્રભારી મંત્રી તરીકે ભાજપ નેતા ગિરીશ મહાજન અને એનસીપી નેતા અદિતિ તટકરેને રાયગઢના પ્રભારી મંત્રી બનાવવાનો નિર્ણય લીધો હતો. જેથી શિંદે જૂથની શિવસેના નારાજ થઈ હતી. તેણે વિરોધ કર્યો હતો કે, પ્રભારી મંત્રીની પસંદગીમાં પારદર્શિતા અને સમાનતા રાખવી જોઈએ.

આ પણ વાંચોઃ રાહુલ ગાંધીએ શરૂ કર્યું 'વ્હાઇટ ટી-શર્ટ મૂવમેન્ટ', જાણો કોંગ્રેસ નેતાના યુવાનોને જોડવાના નવા અભિયાન વિશે

મહારાષ્ટ્રમાં પ્રભારી મંત્રીને ગાર્જિયન મિનિસ્ટર કહેવાય છે. જે જિલ્લાના વિકાસ સાથે જોડાયેલી યોજનાઓ  માટે બેઠકોમાં ભાગ લે છે, અને તમામ બાબતોનો નિરિક્ષણ કરે છે. જેથી પ્રભારી મંત્રીના પદ માટે મહાયુતિમાં ખેંચતાણ વધી છે. પ્રભારી મંત્રી પદ એનસીપી અને ભાજપના ખાતામાં જતાં શિવસેના ભડકી ઉઠી હતી. શિવસેનાને અપેક્ષા હતી કે, ભારત ગોગાવાલેને રાયગઢના પ્રભારી મંત્રી બનાવવામાં આવશે, જ્યારે નાસિકની કમાન દાદા ભૂસેને મળશે. પરંતુ શિવસેનાના અપેક્ષાઓ પર પાણી ફેરવતાં દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટે ભાજપ અને એનસીપીને પ્રભારી મંત્રી પદ સોંપતા રોષની લાગણી ફેલાઈ હતી.

સ્થાનિક સમીકરણોને અવગણ્યા

શિવસેનાના સ્થાનિક નેતાઓએ જણાવ્યું કે, 'ગાર્જિયન મિનિસ્ટરનું પદ અન્ય પક્ષને સોંપી સ્થાનિક સમીકરણોને અવગણવામાં આવ્યા છે. પરિણામે રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે બેઠક બોલાવી ગાર્જિયન  મિનિસ્ટરની નિમણૂક પર સ્ટે મૂકી દીધો હતો. હવે તે શિવસેના સાથે બેઠક યોજી તમામ પક્ષની સહમતિ સાથે આ મામલે નિર્ણય લેશે. શિવસેના માને છે કે, આ નિર્ણયથી ક્ષેત્રમાં વિકાસની ગતિ અટકી જશે. તેમજ સ્થાનિક સ્તરે અસંતોષ ઉભો થશે. બંને જિલ્લામાં શિંદેની લોકપ્રિયતા વધુ છે.'

મહારાષ્ટ્ર સરકારમાં માથાકૂટ! ફડણવીસ સરકારના નિર્ણય સામે શિંદેસેના ભડકતાં નિર્ણય પાછો ખેંચાયો 2 - image


Google NewsGoogle News