Get The App

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદની રસાકસી વચ્ચે ફડણવીસે શિંદેને કર્યો ફોન, જાણો કયા મુદ્દે થઈ વાતચીત

Updated: Dec 1st, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદની રસાકસી વચ્ચે ફડણવીસે શિંદેને કર્યો ફોન, જાણો કયા મુદ્દે થઈ વાતચીત 1 - image


Maharashtra Politics: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિને પૂર્ણ બહુમતી મળ્યા છતાં હજુ સુધી સરકારનું ગઠન નથી થઈ શક્યું. કોને મુખ્યમંત્રીનીખુરશી મળશે, તેને લઈને હજુ સુધી અટકળો ચાલી રહી છે. જોકે, એ વાત નક્કી છે કે, ભાજપમાંથી જ કોઈ મુખ્યમંત્રી બનશે. આ અટકળોની વચ્ચે દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદેને ફોન કરી દીધો છે.

શિંદેની તબિયત લથડી

જણાવી દઈએ કે, કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદેની અચાનક તબિયત ખરાબ થઈ ગઈ હતી. તેમના એક સહયોગીએ જણાવ્યું કે, પોતાના મૂળ ગામ સતારામાં તેમને તાવ આવ્યો હતો. ત્યારબાદ ડૉક્ટરની ટીમે તેમની તપાસ કરી. જોકે, આજે બપોરે એકનાથ શિંદે હેલિકોપ્ટરથી થાણે પરત ફરશે. આ વાતની સૂચના મળતા જ દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદેને ફોન કર્યો હતો. 

આ પણ વાંચોઃ શિંદેના દાવપેચ! ભાજપના જ નેતાઓના ઉદાહરણ આપી મહારાષ્ટ્રના CM પદનું કોકડું ગૂંચવ્યું

ફડણવીસે શિંદેને કર્યો ફોન

દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદેએ તબિયત વિશે પૂછ્યું અને જલ્દી સ્વસ્થ થવાની શુભકામના આપી. જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલાં શિંદે દિલ્હી પહોંચ્યા હતાં અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મીટિંગ કરી હતી. ત્યારબાદ તે મુંબઈ પરત ફર્યા અને પછી પોતાના ગામ સતારા જતા રહ્યાં. છેલ્લાં ત્રણ દિવસથી તે પોતાના ગામડે જ છે. આ દરમિયાન એવી પણ અટકળો ચાલી રહી છે કે, મુખ્યમંત્રી પદ ન મળવાથી શિંદે નાખુશ છે. 

આ પણ વાંચોઃ ફડણવીસ સિવાય CM તરીકે કોઈ મંજૂર નહીં, નિર્ણયમાં વિલંબ થતાં ભાજપ પર ભડક્યું RSS

5 ડિસેમ્બરે થશે શપથ ગ્રહણ સમારોહ

આ બધાં ડ્રામા વચ્ચે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ પાંચ ડિસેમ્બરમાં યોજાશે. મહારાષ્ટ્રમાં ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે,  ભાજપના ઉમેદવાર મુખ્યમંત્રી બનશે અને નવી સરકારમાં બે નાયબ મુખ્યમંત્રી હશે. જોકે, હજુ સુધી મુખ્યમંત્રી પદ માટે નામનું સત્તાવાર એલાન કરવામાં નથી આવ્યું. 



Google NewsGoogle News