'મરવું હોય તો બસ નીચે જાવ, મારી દોઢ કરોડની કાર...', બાઇક સવાર પર ભડક્યાં પૂર્વ PMની પુત્રવધૂ
આ વાયરલ વીડિયો ક્લિપમાં ભવાની રેવન્ના એક બાઇક સવારને જેમ તેમ બોલતી જોવા મળી રહી છે
ભવાની રેવન્નાના ડ્રાઈવર મંજુનાથે બાઈક સવાર શિવન્ના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી
Image Twitter |
તા. 4 ડિસેમ્બર 2023, સોમવાર
પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાની પુત્રવધૂ અને એચડી રેવન્નાની પત્ની ભવાની રેવન્નાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયો ક્લિપમાં ભવાની રેવન્ના એક બાઇક સવારને જેમ તેમ બોલતી જોવા મળી રહી છે. માહિતી મળી રહી તે પ્રમાણે એક બાઇક ચાલકે તેમની કારને ટક્કર મારી હતી.
કારને જે નુકસાન થયુ છે તેનો ખર્ચો કોણ ભોગવશે !
વીડિયોમાં ભવાની રેવન્ના બાઈક સવારને બોલતી જોવા મળી રહી છે, તે કહી રહી છે કે તેમની કારને નુકસાન પહોચાડ્યા કરતાં કોઈ બસ નીચે જઈને મરી જા. આટલુ જ નહીં ત્યા ઉપસ્થિતિ લોકો ઉપર પણ ગુસ્સો ઠાલવતી જોવા મળી રહી છે. તે કહે છે કે તેમની કારની કિંમત 1.5 કરોડ રુપિયા છે, તે પુછી રહી છે કે તેમની કારને જે નુકસાન થયુ છે તેનો ખર્ચો કોણ ભોગવશે.. આટલું જ નહીં ભવાની રેવન્ના કહે છે કે 1.5 કરોડ રુપિયાની કારમાં નુકસાન થયુ છે, તે સિવાય સ્થાનિક લોકોને બાઈક સવારની સુરક્ષાને લઈને ચિંતા છે.
હકીકતમાં જેડીએસના નેતા અને ભવાની રેવન્નાની કાર અને એક બાઈકની વચ્ચે ટક્કર થઈ હતી. તે પછી ભવાની રેવન્નાના ડ્રાઈવર મંજુનાથે બાઈક સવાર શિવન્ના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે ટક્કર મારનાર બાઈક સવાર સામે કેસ દાખલ કર્યો છે. બાઈક સવાર સામે સીઆરપીસીની કલમ 157 હેઠળ મૈસુર જીલ્લામાં સાલિગ્રામ પોલીસ સ્ટેશનમાં FRI દાખલ કરી છે.