ચૂંટણી જીતવા છતાં શું 5 વર્ષનો કાર્યકાળ પૂરો કરશે? અનેક સાંસદોના સભ્યપદ ટકવા સામે જોખમ
Member Of Parliament From UP: લોકસભા ચૂંટણી 2024માં જીત હાંસલ કરવા છતાં યુપીના અનેક સાંસદોના સભ્યપદ પર ખતરો મંડરાઈ રહ્યો છે. આ નેતાઓનું ભવિષ્ય તેમના પર ચાલી રહેલા કેસમાં કોર્ટમાંથી આવનારા નિર્ણય પર નિર્ભર છે. જો આગામી પાંચ વર્ષ દરમિયાન ક્યારેય પણ તેમને કોઈ કેસમાં સજા મળે છે તો તેમનું સાંસદ સભ્યપદ જઈ શકે છે. આવા મોટા ભાગના સાંસદો વિપક્ષના છે જેના પર આરોપ ઘડાય ચૂક્યા છે.
અફઝલ અન્સારી પર પાંચ ગુનાહિત કેસ ચાલી રહ્યા છે
તેમાં ગાઝીપુરથી ચૂંટણી જીતેલા અફઝલ અન્સારીનું નામ ઉમેદવારીથી મતદાન વચ્ચે વારંવાર ઉછળ્યુ હતું. હાઈકોર્ટમાં તેમના કેસમાં સુનાવણી અંગે ખબરો આવતી રહી છે. આ જ ઉહાપોહમાં અફઝલ અન્સારીએ પોતાની દીકરીનું પણ ફોર્મ ભરાવી દીધુ હતું. જોકે, અફઝલની ઉમેદવારી પર કોઈ સંકટ ન આવ્યું અને તેઓ ચૂંટણી જીતી પણ ગયા. મુખ્તાર અન્સારીના મોટા ભાઈ અફઝલ અન્સારી પર પાંચ ગુનાહિત કેસ ચાલી રહ્યા છે. ગેંગસ્ટર એક્ટના એક કેસમાં તેમને 4 વર્ષની સજા છઈ ચૂકી છે.
ચંદ્રશેખર સામે અનેક કેસ ચાલી રહ્યા છે
આ મામલે તેમનું સભ્યપદ પણ રદ થયુ હતું જેના પર અપીલમાં તેમને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી અને સભ્યપદ બચી ગયું. જોકે, હાઈકોર્ટમાં તેમનો કેસ પેન્ડિંગ છે. જો હાઈકોર્ટમાંથી સજાનો નિર્ણય યથાવત રહે તો અફઝલનું સભ્યપદ જઈ શકે છે. બીજી તરફ આ ચૂંટણીમાં સારા માર્જિનથી નગીના બેઠક પરથી જીત હાંસલ કરનારા આઝાદ સમાજ પાર્ટીના ઉમેદવાર ચંદ્રશેખર સામે પણ અનેક કેસ ચાલી રહ્યા છે. તેમાંથી ચારમાં આરોપ ઘડાય ચૂક્યા છે. જો આમાંથી કોઈ કેસમાં બે વર્ષથી વધુની સજા થઈ તો ચંદ્રશેખરના સભ્યપદ જોખમમાં મૂકાઈ શકે છે.
બાબુ સિંહ કુશવાહા સામે ED અને CBIના પણ કેસ નોંધાયેલા છે
જૌનપુરથી સમાજવાદી પાર્ટીની ટિકિટ પર જીતેલા બાબુ સિંહ કુશવાહા પણ કેસનો સામનો કરી રહેલા સાંસદોમાં સામેલ છે. કુશવાહા પર આવક કરતા વધુ સંપત્તિના મામલા સહિત અનેક કેસ ચાલી રહ્યા છે. આઠ કેસમાં આરોપ ઘડાય ચૂક્યા છે. બાબુ સિંહ કુશવાહા સામે ED અને CBIના પણ કેસ નોંધાયેલા છે.
સુલ્તાનપુરથી મેનકા ગાંધીને હરાવીને લોકસભા પહોંચેલા રામ ભુઆલ નિષાદ પર આઠ કેસ નોંધાયેલા છે. બે કેસમાં આરોપ ઘડાયા છે. જો તેમને સજા થઈ તો તેમનું સભ્યપદ પણ જોખમમાં પડી શકે છે. સહારાનપુરથી કોંગ્રેસ સાંસદ બનેલા ઈમરાન મસૂદ પર પણ આઠ કેસ નોંધાયેલા છે. તેમના પર મની લોન્ડરિંગનો કેસ પણ ચાલી રહ્યો છે.
વીરેન્દ્ર સિંહ સામે ત્રણ કેસ નોંધાયેલા છે
ચંદોલીથી સપાની ટિકિટ પર જીતેલા વીરેન્દ્ર સિંહ સામે ત્રણ કેસ નોંધાયેલા છે. એક કેસમાં આરોપ ઘડાય ચૂક્યા છે. બીજી તરફ સપાના ધર્મેન્દ્ર યાદવ સામે પણ ચાર કેસ ચાલી રહ્યા છે. એક કેસમાં આરોપ ઘડાય ચૂક્યા છે.
ફતેહપુર સીકરીથી ભાજપની ટિકિટ પર જીતેલા રાજકુમાર સાહર પર પણ બે કેસ ચાલી રહ્યા છે. મોહનલાલ ગંજથી સપાની ટિકિટ પર જીતેલા આરકે ચૌધરી સામે એક કેસમાં આરોપ ઘડાય ચૂક્યા છે. આવી જ રીતે બસ્તીથી જીતેલા રામ પ્રસાદ ચૌધરી સામે બે કેસમાં આરોપ ઘડાય ચૂક્યા છે.
પહેલા પણ અનેકના સભ્યપદ રદ થઈ ચૂક્યા છે
કોર્ટમાંથી સજા મળતા પહેલા પણ અનેક સાંસદોના સભ્યપદ અને ધારાસભ્ય પર રદ થઈ ચૂક્યા છે. યુપીના મુખ્તાર અન્સારી, આઝમ ખાન, અબ્દુલ્લા આઝમ, ખબ્બૂ તિવારી, વિક્રમ સૈની, અશોક સિંહ ચંદેલ, કુલદીપ સિંહ સેંગ અને રામ દુલાર ગોંડ જેવા અનેક ઉદાહરણ છે. તાજેતરમાં કાનપુરથી સપા ધારાસભ્ય ઈરફાન સોલંકીને પણ એક કેસમાં સાત વર્ષની સજા મળી છે. તેમનું વિધાનસભાનું સભ્યપદ રદ થવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે.