‘100 કરોડનું ફંડ મળવાં છતાં...’ કોંગ્રેસની દિલ્હીના ઉપરાજ્યપાલને ફરિયાદ, AAP ભડક્યું

Updated: Aug 14th, 2024


Google NewsGoogle News
AAP Congress



Delhi LG seeks details form AAP : લોકસભામાં એકબીજાના સહયોગી રહેલા કોંગ્રેસ અને આમ આદમી પક્ષ વચ્ચે હવે મતભેદ દેખાઇ રહ્યો છે. દિલ્હીમાં કોંગ્રેસ પક્ષની ફરિયાદ બાદ લેફ્ટનન્ટ ગવર્નર સચિવાલયે શહેરી વિકાસ વિભાગને ધારાસભ્ય લોકલ એરિયા ડેવલપમેન્ટ (LAD) ફંડ સ્કીમની વિગતો એક સપ્તાહની અંદર રજૂ કરવા જણાવ્યું છે. જે બાદ દિલ્હીમાં સત્તાધારી પક્ષ આમ આદમી પાર્ટી (AAP) એ એલજી ઓફિસ પર ધારાસભ્ય લોકલ એરિયા ડેવલપમેન્ટ ભંડોળની તપાસ કરીને અને આવશ્યક જાહેર કાર્યોમાં વિલંબ કરીને શહેરના વિકાસને અવરોધવાનો આરોપ મૂક્યો છે.

કોંગ્રેસે ફરિયાદ કરી હતી

ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) સેક્રેટરી અભિષેક દત્તે 2 ઓગસ્ટના રોજ LG સમક્ષ ફરિયાદ કરી હતી, જેમાં જણાવ્યું હતું કે દિલ્હીના ધારાસભ્યોને પાણીની પાઈપલાઈન અને ગટર વ્યવસ્થા જેવી યોજનાઓ માટે લગભગ 70-100 કરોડ રૂપિયા મળ્યા છે. છતાં ગટરો અને પાણીની પાઈપલાઈન સુધારવા માટે MLALAD ફંડનો ઉપયોગ ન કરવાથી નાગરિકોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે યોગ્ય કાર્યવાહી કરાય એવી અમારી માંગ છે. જવાબમાં, એલજીના વિશેષ સચિવ તરફથી 12 ઓગસ્ટના પત્રમાં શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવને એમએલએ-એલએડી ફંડ યોજનાની વિગતવાર વિગતો પાંચ દિવસમાં રજૂ કરવા જણાવ્યું છે. જે બદલ અભિષેક દત્તે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા તેમના પત્ર પર પગલાં લેવા બદલ LG VK સક્સેનાનો આભાર વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર સરકાર રક્ષાબંધન પહેલા મહિલાઓને આપશે રૂ.3000 ! હરિયાણા-ઝારખંડ સરકારની પણ ભેટ આપવાની તૈયારી

એલજી સચિવાલયે વિગતો માંગી

એલજી સચિવાલય દ્વારા માંગવામાં આવેલી માહિતીમાં યોજનાઓના ઉદ્દેશ્યો, યોગ્યતાના માપદંડો અને સંબંધિત માર્ગદર્શિકાઓનો સમાવેશ થાય છે, જેથી તેમના ઉપયોગ વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકાય. LG સચિવાલયે નાણાકીય વર્ષ 2023-24 અને 2024-25 દરમિયાન MLALAD ફંડ યોજના હેઠળ હાથ ધરાયેલા વિવિધ કાર્યોની વિગતવાર સૂચિ પણ માંગી છે. વધુમાં, તેઓએ પ્રોગ્રેસ રિપોર્ટ્સ, ઓડિટ પ્રક્રિયા અને ફરિયાદ નિવારણ પ્રણાલી સંબંધિત મોનિટરિંગ મિકેનિઝમ્સની વિગતો પણ માંગી છે.

આ પણ વાંચોઃ રાષ્ટ્રપતિ મુર્મુએ IAFના 6 સૈનિકોનું કર્યું સન્માન, બહાદુરી માટે એનાયત કર્યા વાયુ સેના મેડલ

એલજી ઓફિસ પર આપના આરોપ

આમ આદમી પાર્ટીએ એલજી ઓફિસ પર આરોપ કર્યો છે કે, એલજી ઓફિસ સતત દિલ્હીમાં તમામ વિકાસ કાર્યોને રોકવાનો પ્રયાસ કરી રહી છે. LGના મનપસંદ અધિકારીઓએ દિલ્હી જલ બોર્ડને ફાળવવામાં આવેલા રૂ. 4,000 કરોડ અને MCD મેયર ફંડ હેઠળ ગટર સંબંધિત વિવિધ કામો માટે ફાળવવામાં આવેલા રૂ. 500 કરોડને બ્લોક કરી દીધા છે. પાર્ટીએ અગાઉ પણ અધિકારીઓ પર MLALAD ફંડ યોજનાના અમલીકરણમાં સમસ્યા ઊભી કરવાનો આરોપ લગાવ્યો હતો.


Google NewsGoogle News