મહિને માત્ર ૫ હજાર રુપિયા આવક છતાં મહિલાએ મેળવેલું ફોર્બ્સ મેગેઝીનમાં સ્થાન

નાણા નહી કયારેક ઉમદા કામ પણ માણસની ઓળખ બની જાય છે

આશાવર્કરે ૧૦૦૦ લોકોના હેલ્થ ડેટા રાખવાની જવાબદારી નિભાવેલી

Updated: Nov 29th, 2023


Google NewsGoogle News
મહિને માત્ર ૫ હજાર રુપિયા આવક છતાં મહિલાએ મેળવેલું ફોર્બ્સ મેગેઝીનમાં સ્થાન 1 - image


ભુવનેશ્વર,૨૯ નવેમ્બર,૨૦૨૩,બુધવાર 

આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ફોર્બ્સ મેગેઝીનમાં દુનિયાના સૌથી ધનાઢયોના નામ પ્રકાશિત થતા હોય છે. જેમાં ક્રમમાં થતા ફેરફારની વિગતોને ધ્યાનમાં લેવાતી હોય છે પરંતુ ભારતની એક એવી મહિલા જેની માસિક આવક માત્ર ૫ હજાર રુપિયા હોવા છતાં ફોર્બ્સંમાં સ્થાન મેળવી ચુકી છે. આ મહિલાનું નામ અડિશાની મટિલા કુલ્લુ છે.

કુલ્લુએ વર્ષ ૨૦૨૧માં ફોર્બ્સના પાને સ્થાન મેળવીને ધ્યાન ખેંચ્યું હતું. મટિલા કુલ્લનું નામ એમેઝોનની હેડ અપર્ણા પુરોહિત અને બેંકર અરુંધતિ ભટ્ટાચાર્ય સાથે સામેલ હતું. મટિલ્લા કુલ્લુ આશા વર્કરની નોકરી કરે છે. ભારતમાં પ્રથમ જ એવો કિસ્સો જેમાં આશાવર્કર બહેને આ પ્રકારની સિધ્ધિ મેળવી હતી. એવું નથી કે તમે માત્ર પૈસાદાર હોયતો જ નામ કમાઇ શકો કયારેક તમારુ ઉમદા કામ પણ ઓળખ બની જાય છે. 

મહિને માત્ર ૫ હજાર રુપિયા આવક છતાં મહિલાએ મેળવેલું ફોર્બ્સ મેગેઝીનમાં સ્થાન 2 - image

વર્ષ ૨૦૦૬માં મટિલ્લા કુલ્લુ ઓડિશાના સુંદરગઢ જિલ્લાના બડાગાંત તાલુકાના ગર્ગદબહાલ ગામમાં આશાવર્કર તરીકે નિયુકત થઇ હતી. આશાવર્કર તરીકેની જવાબદારી સંભાળવાનો હેતું પરિવારજનોને આર્થિક મદદ કરવાનો હતો.ઘરની આર્થિક સ્થિતિ સારી ન હતી. પોતાના બાળકોને સારી રીતે શિક્ષણ આપવા ઇચ્છતી હતી. આશાવર્કર તરીકે તેના પર ગામના ૧૦૦૦ લોકોના હેલ્થ ડેટા રાખવાની જવાબદારી હતી.

મોટા ભાગના લોકો એક ખાસ જનજાતિના હતા. તેમને ખૂબ સમજાવીને જાગૃત કરીને આરોગ્યને લગતી માહિતી અને સમસ્યાઓ અંગેની માહિતી કઢાવી હતી. મટિલ્ડા  એવા વાતાવરણમાંથી આવતી હતી જયાં બીમાર પડતી વ્યકિતની સારવાર માટે કોઇ જ ગ્રામીણ ડોકટર કે હોસ્પિટલમાં જતી ન હતી. સ્થાનિક ઘરગથ્થુ ઇલાજ અને જાદૂ ટોણા જેવી અંધ શ્રધ્ધાને ભરોસે રહેતા હતા. મટિલ્ડાએ આશાવર્કરની જવાબદારી બરાબર નિભાવીને ગામના લોકોની માનસિકતા બદલી હતી. 

મહિને માત્ર ૫ હજાર રુપિયા આવક છતાં મહિલાએ મેળવેલું ફોર્બ્સ મેગેઝીનમાં સ્થાન 3 - image

ગર્ભવતી મહિલાઓના પ્રસવ દરમિયાન મરણ થતા પરંતુ હોસ્પિટલ લઇ જવામાં આવતી નહી. ગભર્વતી મહિલાઓની ચકાસણી કરીને તેમનું આરોગ્ય જળવાઇ રહે તે જોવામાં કલાકો પસાર કરતી હતી. એક ગર્ભવતી મહિલાને હોસ્પિટલ સુધી પહોંચાડવાના ૬૦૦ રુપિયા મળતા હતા.

મટિલ્ડાએ ૨૦૦થી વધુ મહિલાઓની ડિલિવરીમાં મદદ કરી હતી. કેટલાક કિસ્સામાં તો જીવના જોખમે મહિલાઓને જીવનદાન આપ્યું હતું. ફોર્બ્સ ઇન્ડિયા પાવર -૨૦૨૧ની યાદીમાં આ મહિલાએ સ્થાન મેળવીને તેને સાબીત કર્યુ હતું કે અંતરિયાળ વિસ્તારમાં પુરી નિષ્ઠા અને એકાગ્રતાથી કામ કરો તો પણ તેની મહેક દુનિયામાં ફેલાઇ શકે છે. 


Google NewsGoogle News