Get The App

NDAમાં ખટપટ! નારાજ ડે.સીએમ આજે સરકાર સામે કરશે દેખાવ? માર્ગો પર કરશે આંદોલન

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
NDAમાં ખટપટ! નારાજ ડે.સીએમ આજે સરકાર સામે કરશે દેખાવ? માર્ગો પર કરશે આંદોલન 1 - image


Image: Facebook

Chhattrapati Shivaji Maharaj Statue Collapsed: NCP આજે સમગ્ર મહારાષ્ટ્રમાં પોતાની જ શિંદે સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યું છે. તેનું કારણ પણ તેમણે જણાવ્યું છે, એનસીપીએ કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડવાના મામલે પોતે એનસીપી રાજ્યભરમાં આંદોલન કરશે. સાથે જ એનસીપી પ્રમુખ અજિત પવારે પોતે પ્રતિમા પડવાની ઘટના પર રાજ્યની જનતાની માફી માગી હતી. દરમિયાન હવે અટકળો લગાવાઈ રહી છે કે પોતાની જ સરકાર વિરુદ્ધ આખરે એનસીપી આંદોલન  કરવા કેમ જઈ રહ્યું છે?

મળતી માહિતી અનુસાર આજે NCP અજીત પવાર જૂથ પ્રતિમા પડવાની ઘટનાને લઈને મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ સમગ્ર રાજ્યમાં આંદોલન કરશે. આ આંદોલન આજે મુંબઈ કલેક્ટર ઓફિસ અને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાની પાસે થશે. આ આંદોલન ચેમ્બૂર સ્થિત શિવાજી મહારાજ પૂતળા પાસે અજીત પવાર જૂથના મુંબઈ અધ્યક્ષ સમીર ભુજબળના નેતૃત્વમાં થશે. છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને લઈને વિપક્ષ સરકારને ઘેરી રહી છે. સરકાર પોતાનો બચાવ કરવામાં લાગેલી છે જ્યારે એનસીપીએ આ મુદ્દે સરકાર પાસે પોતાનું અલગ વલણ અપનાવ્યું છે.

તપાસ માટે કમિટીની રચના

સરકારે ઘટનાને લઈને ઠેકેદારો પર એક્શન લીધું છે, સાથે જ પ્રતિમા પડવાના કારણોની જાણકારી મેળવવા માટે એન્જિનિયર, આઈઆઈટીના નિષ્ણાત અને નૌસેના અધિકારીઓની એક ટેક્નિકલ કમિટીની રચના કરી છે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા બુધવારે જણાવાયુ કે સરકારે યોદ્ધા રાજાના કદ અનુરૂપ એક ભવ્ય પ્રતિમા બનાવવા માટે એક કમિટીની પણ રચના કરી છે. આ નિર્ણય મુખ્યમંત્રી એકનાથ શિંદેએ લીધો.

9 મહિના પહેલા અનાવરણ થયુ હતું 

શિંદેએ બુધવારે રાત્રે દક્ષિણ મુંબઈ સ્થિત પોતાના નિવાસ સ્થાન 'વર્ષા' માં વરિષ્ઠ મંત્રીઓ, અમલદારો અને નૌકાદળના અધિકારીઓની સાથે બેઠકની અધ્યક્ષતા કરી જે બાદ પ્રતિમા બનાવવાના ઠેકેદાર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પીડબ્લ્યૂડીની એક ફરિયાદ બાદ એફઆઈઆર નોંધવામાં આવી છે, જેમાં આરોપ લગાવાયો છે કે પ્રતિમાનું નિર્માણ કાર્ય નબળી ગુણવત્તાનું હતું. શિવાજીની પ્રતિમાનું અનાવરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લગભગ 9 મહિના પહેલા કર્યું હતું.


Google NewsGoogle News