'નોટબંધી એક સમજી વિચારી રચાયેલું કાવતરું હતું', નોટબંધીની વરસી પર રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર

રાહુલે ટ્વિટ કરી મોદી સરકાર પર કર્યા પ્રહાર

કહ્યું - પરમમિત્રની ઝોલી ભરવા નોટબંધી કરી, 99% ભારતીયો પર કર્યો હુમલો

Updated: Nov 8th, 2023


Google NewsGoogle News
'નોટબંધી એક સમજી વિચારી રચાયેલું કાવતરું હતું', નોટબંધીની વરસી પર રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર 1 - image


Rahul Gandhi on Demonetization : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે નોટબંધી એક સમજી વિચારેલું ગઢવામાં આવેલું કાવતરું હતું. તેના માધ્યમથી રોજગારી છીનવી લેવામાં આવી અને અસંગઠિત અર્થતંત્રની કમર ભાંગી નાખી. તેમણે નોટબંધીને એક હથિયાર ગણાવ્યો હતો જેની મદદથી પરમ મિત્રની ઝોલી ભરી તેમને 609મા ક્રમેથી દુનિયાના બીજા ક્રમના ધનિક વ્યક્તિ બનાવી દેવાયા. 

નોટબંધીને 7 વર્ષ પૂરાં થયા

ઉલ્લેખનીય છે કે નોટબંધીને આજે સાત વર્ષ પૂરાં થઈ ગયા છે. સરકારે 8 નવેમ્બર, 2016ના રોજ નોટબંધીની જાહેરાત કરી હતી. પીએમ મોદીએ 2016માં 8 નવેમ્બરે આ જાહેરાત કરતાં રૂપિયા 500 અને 1000 રૂપિયાની નોટોને ચલણ બહાર કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ આ નોટધારકોને આ નોટો બેન્કમાં પાછી જમા કરાવીને બદલાવી લેવાની મુદ્દત અપાઈ હતી. 

રાહુલે ટ્વિટ કરી તાક્યું નિશાન 

રાહુલે આ મામલે ટ્વિટ કરતાં લખ્યું કે નોટબંધી એક સમજી વિચારેલું ગઢવામાં આવેલું કાવતરું હતું, શ્રમિકોની આવક બંધ કરાઈ, નાના વેપારીઓને ખતમ કરાયા, ખેડૂતોને નુકસાન પહોંચાડવા અને અસંગઠિત અર્થતંત્રને તોડી પડાયું. 99% સામાન્ય ભારતીયો પર હુમલો, 1% ધનિક મોદી મિત્રોને ફાયદો. આ એક હથિયાર હતું. તમારા ખિસ્સા કાપવાનું - પરમમિત્રની ઝોલી ભરીને તેને 609 નંબરથી દુનિયાના બીજા ક્રમના ધનિક બનાવવાનું કાવતરું હતું. 

'નોટબંધી એક સમજી વિચારી રચાયેલું કાવતરું હતું', નોટબંધીની વરસી પર રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર 2 - image


Google NewsGoogle News