‘જ્યાં કૂતરા પણ ના રહે, ત્યાં મોકલી રહ્યા છે...’, ઘર પર બુલડોઝર ફર્યા પછી ઉત્તરકાશી સુરંગ દુર્ઘટનાના હીરોનું દર્દ છલકાયું

DDAએ તાજેતરમાં જ રેટ માઈનર વકીલ હસનનું ઘર તોડી પાડ્યું હતું : હસને કહ્યું, ‘મેં મારા પરિવાર સાથે ફુટપાથ પર બીજી રાત વિતાવી’ : ભાજપ સાંસદ અને ઉપરાજ્યપાલે કહ્યું, વહેલીતકે મકાન આપીશું

Updated: Mar 1st, 2024


Google NewsGoogle News

‘જ્યાં કૂતરા પણ ના રહે, ત્યાં મોકલી રહ્યા છે...’, ઘર પર બુલડોઝર ફર્યા પછી ઉત્તરકાશી સુરંગ દુર્ઘટનાના હીરોનું દર્દ છલકાયું 1 - image

ઉત્તરાખંડમાં ઉત્તરકાશી જિલ્લામાં આવેલી સિલ્ક્યારા ટનલ (Silkyara Tunnel)માં ફસાયેલા 41 શ્રમિકોના જીવ બચાવનારા રેટ માઈનર વકીલ હસન (Rat Miner Wakeel Hassan)નું ઘર તોડી નાખ્યા બાદ અન્ય જગ્યાએ મકાન ફાળવવામાં આવ્યું છે. જોકે નવા મકાનની ફાળવણી બાદ હસને કહ્યું કે, જ્યાં જ્યાં કૂતરા પણ ના રહે, ત્યાં અમને મોકલી રહ્યા છે. આ સાથે હસન સહિત આખો પરિવાર ધરણા પર બેસી ગયો છે. દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (DDA) તાજેતરમાં જ ડિમોલેશન અભિયાન હેઠળ દિલ્હીના ખજૂરી ખાસમાં આવેલ હસનના ઘરને તોડી પાડ્યું હતું.

‘જ્યાં કૂતરા પણ ના રહે, ત્યાં મોકલી રહ્યા છે...’

વકીલ હસને કહ્યું કે, ‘તેઓ (ભાજપ સરકાર) અમને નરેલામાં એવી જગ્યા પર મોકલવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યાં કૂતરા પણ ન રહે. જો ભવિષ્યમાં મારા બાળકો સાથે કોઈ ઘટના બનશે તો એલજી વિ.કે.સક્સેના અને સાંસદ મનોજ તિવારી મારી મદદ પણ નહીં કરી શકે.’

ભાજપ સાંસદે હસનના પરિવારને આશ્વાસન આપ્યું

ઉત્તર-પૂર્વ દિલ્હીના સાંસદ મનોજ તિવારીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, ‘તેઓએ મને સમસ્યા જણાવી હતી, પરંતુ જ્યારે મેં માહિતી મેળવી તો તેમાં કેટલીક મુશ્કેલી સામે આવી હતી... તેથી હું આશ્વાસન આપ્યું છું કે, અમે તેમને કાયદાકીય રીતે મકાનની ફાળવણી કરીશું. PMAY લાભાર્થીની યાદીમાં હસનનું નામ સામેલ કરાશે અને તેમને વહેલીતકે મકાનની ફાળવણી કરાશે.’ બીજીતરફ દિલ્હીના ઉપરાજ્યપાલ અને ડીડીએના અધ્યક્ષ વી.કે.સક્સેનાએ કહ્યું કે, ‘આ અંગે મને માહિતગાર કરાયો છે. અમે ટુંક સમયમાં તેનો નિવેડો લાવીશું અને મકાન પણ આપીશું.’

હસનનો પરિવાર ફુટપાથ પર રાત પસાર કરવા મજબુર

મીડિયા સાથેની વાતચીતમાં રેટ માઈનલ વકીલ હસને નવી સાઈટ પર જવાનો ઈન્કાર કરી દીધો છે. તેમણે કહ્યું કે, ‘અમે ફુટપાથ પર બેઠા છીએ. મારુ મકાન તોડી પડાયા બાદ મેં મારા પરિવાર સાથે ફુટપાથ બીજી રાત વિતાવી છે. અમને ભોજન અને પાણી સહિતની સુવિધા કેટલાક સ્થાનિક લોકો પુરી પાડી રહ્યા છે. મને અને મારા પરિવારને નરેલામાં એક EWS ફ્લેટમાં લઈ જવાઈ રહ્યા છે. અમે અમારી સમસ્યાને પકડાર સ્વરૂપે સ્વિકાર કરી લીધો છે. હજુ પણ અમને સરકાર દ્વારા કોઈ મદદ મળી રહી નથી.’


Google NewsGoogle News