પુનિત ખુરાના અપઘાત કેસ: સસરા પર બે કરોડની છેતરપિંડીનો આરોપ, પત્નીએ કહ્યું-ભિખારી મેં તારી પાસે શું માંગ્યું
Delhi Crime: દિલ્હીમાં બિઝનેસમેન પુનિત ખુરાનાના આપઘાત કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. 31મી ડિસેમ્બર 2024માં પુનિતે દિલ્હીના કલ્યાણ વિહાર વિસ્તારમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. તેમની પત્ની મણિકા પાહવા સાથે વિવાદ ચાલી રહ્યો હતો અને બંનેએ છૂટાછેડા માટે અપીલ કરી હતી. હવે પુનિતના પરિવારનો આરોપ છે કે, સાસરિયાના દબાણના કારણે પુનિતે આ પગલું ભર્યું હતું. આ ઉપરાંત આ સમગ્ર મામલામાં 2 કરોડ રૂપિયાની પ્રોપર્ટીનો વિવાદ પણ સામે આવ્યો છે.
ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી
અહેવાલો અનુસાર, પોલીસને 31મી ડિસેમ્બરે સાંજે 4 વાગ્યાની આસપાસ માહિતી મળી હતી કે પુનિત ખુરાના નામના વ્યક્તિએ કલ્યાણ વિહાર સ્થિત પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી છે. ઘટનાસ્થળે પહોંચીને મૃતકનો ફોન અને સંબંધિત વસ્તુઓ જપ્ત કરી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો અને વધુ તપાસ શરૂ કરી.
આ પણ વાંચો: મનુ ભાકર અને ડી. ગુકેશ સહિત ચાર ખેલાડીને ખેલ રત્ન, 32 ખેલાડીને અપાશે અર્જુન પુરસ્કાર
આપઘાતના લગભગ 12 કલાક પહેલા રાત્રે 3 વાગે પુનિતે તેની પત્ની મનિકાને ફોન કર્યો હતો, જેમાં બંને વચ્ચેના વિવાદનો ઓડિયો પણ સામે આવ્યો છે. આ ઓડિયોમાં પુનિતે તેની પત્નીને છેલ્લી વખત ફોન કરતાં બિઝનેસ વિશે વાત કરી હતી. મણિકા આમાં એમ કહેતી સંભળાય છે કે, 'તને માર મારીને હાથ ગંદા ન કરવા જોઈએ. ભિખારી મેં તારી પાસેથી શું માંગ્યું?' માનિકાએ પુનિત પર આ કોલ દરમિયાન અન્ય છોકરીઓને મળવાનો પણ આરોપ લગાવ્યો છે.
આ પણ વાંચો: મહાકુંભમાં આતંકી હુમલાની ધમકી વચ્ચે રશિયન નાગરિકની ધરપકડ, વિઝા એક્સપાયર હતો
'સસરાએ બે કરોડ આપવાની ના પાડી'
પુનિતના પરિવારનો એવો પણ આરોપ છે કે, 'મનિકાના પિતા જગદીશ પાહવાએ મનિકાના નામે નોંધાયેલા ઘરના બદલામાં પુનિતને 2 કરોડ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. પરંતુ બાદમાં તેણે આ વાત પાછી ખેંચી લીધી હતી. આના પુરાવા તરીકે, પુનિતના પરિવારે 12મી ઓક્ટોબર, 2023ની એક વીડિયો આપ્યો હતો. જેમાં પુનિત તેના સસરા જગદીશ પાહવા સાથે વાત કરતો જોવા મળે છે. આ વીડિયો અંગે પરિવારે દાવો કર્યો હતો કે મણિકાના પરિવારના સભ્યો પુનિતને સતત ધમકાવી રહ્યા છે અને તેના પર દબાણ બનાવી રહ્યા છે. આ બધી બાબતોથી પુનિત માનસિક રીતે ખૂબ જ પરેશાન હતો, ત્યારબાદ તેણે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો.