Get The App

દિવસની 50 સિગારેટ શ્વાસમાં લઈ રહ્યા છે દિલ્હીવાસીઓ, AQI 1500ને પાર જતાં સ્વાસ્થ્ય પર અસર

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News
દિવસની 50 સિગારેટ શ્વાસમાં લઈ રહ્યા છે દિલ્હીવાસીઓ, AQI 1500ને પાર જતાં સ્વાસ્થ્ય પર અસર 1 - image


દેશની રાજધાની દિલ્હી વાયુ પ્રદૂષણને કારણે ગેસ ચેમ્બરમાં ફેરવાઇ રહી છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે હવે લોકોના સ્વાસ્થ્ય પર તેની ગંભીર અસર થવા લાગી છે. લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી છે. ડોક્ટરોનું કહેવુ છે કે પ્રદૂષણ વધતા લોકોમાં ઉધરસનું પ્રમાણ વધ્યું છે જેની સાથે આંખોમાં બળતરાના કેસો પણ વધી રહ્યા છે. 

સુપ્રીમના આદેશથી ધો. 10-12 સહિત તમામ શાળાઓ ઓનલાઇન

સુપ્રીમ કોર્ટે ૧૨મા ધોરણ સુધીની તમામ શાળાઓને બંધ રાખીને ઓનલાઇન વર્ગો ચલાવવા માટેના આદેશ આપ્યા છે. સુપ્રીમના ન્યાયાધીશ અભય એસ ઓકા અને ન્યાયાધીશ અગસ્ટિન જ્યોર્જની બેંચ સમક્ષ વરીષ્ઠ વકીલ ગોપાલ સુબ્રમણ્યે કહ્યું હતું કે દિલ્હીમાં ધોરણ ૧૦ અને ૧૨ના વર્ગો શાળામાં લેવાઇ રહ્યા છે જે બાદ તમામ ધોરણની શાળાઓને બંધ રાખવા અને ઓનલાઇન વર્ગો લેવાનો સુપ્રીમે આદેશ જારી કર્યો હતો. સાથે જ સ્ટોજ-૪ના આકરા પ્રતિબંધોનો યોગ્ય રીતે અમલ કરવા પણ દિલ્હી સરકારને આદેશ આપ્યો હતો. 

દિલ્હી યુનિ.એ 23મી સુધી ઓનલાઇન વર્ગો ચલાવવાનો નિર્ણય લીધો 

સોમવારે દિલ્હીની એર ક્વોલિટી અત્યંત જોખમકારક સ્થિતિ પર પહોંચી ગઇ હતી અને સીઝનની સૌથી વધુ એક્યુઆઇ ૪૯૩ પર પહોંચી ગઇ હતી.  સુપ્રીમે લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી હતી સાથે જ આદેશ આપ્યો હતો કે જ્યાં સુધી એર ક્વોલિટી ઇન્ડેક્સ ૪૫૦ની નીચે ના આવે ત્યાં સુધી આકરા પ્રતિબંધોને હટાવવામાં ના આવે. 

વિઝિબિલિટી ઘટતા 300 ફ્લાઇટ ડાયવર્ટ, 100 મોડી પડી

દિલ્હીના ૩૬ એર મોનિટરિંગ સ્ટેશનોમાંથી ૧૩ પર એર ક્વોલિટી ઇન્ડેક્સ ૪૯૯ કે ૫૦૦ સુધી નોંધાયો હતો. જે અત્યંત જોખમકારક સ્થિતિના સંકેતો આપે છે. આ સ્ટેશનોમાં ઇન્ડિયા ગેટ, દ્વારકા, સીરી ફોર્ટ, નોર્થ કેમ્પસ, રોહિણી વગેરેનો સમાવેશ થાય છે. દરમિયાન દિલ્હી યુનિવર્સિટીએ કોલેજેનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે અને તમામ વિદ્યાર્થીઓના વર્ગો ૨૩મી નવેમ્બર સુધી ઓનલાઇન ચલાવવામાં આવશે. જ્યારે દિલ્હીના રામ મનોહર લોહિયા હોસ્પિટલના ડોક્ટરોનું કહેવુ છે કે છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, નાકમાંથી પાણી વહેવા જેવી સમસ્યાઓવાળા દર્દીઓનું પ્રમાણ વધી રહ્યું છે.  દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું હતું કે જો જરૂર પડી તો દિલ્હીમાં ફરી વાહનો માટે ઓડ ઇવન સિસ્ટમ લાગુ કરવામાં આવી શકે છે. દરમિયાન દિલ્હીમાં વાયુ પ્રદૂષણ વધી જવાથી વિઝિબિલિટી પર અસર થઇ રહી છે. જેને પગલે ૧૫ ફ્લાઇટોને ડાયવર્ટ કરવામાં આવી હતી જ્યારે દિલ્હી એરપોર્ટ પર ૧૦૦ જેટલી ફ્લાઇટોને વિલંબ થયો હતો. જ્યારે આશરે કુલ ૩૦૦ ફ્લાઇટોને અસર થઇ છે. દિલ્હીમાં સીપીસીબીએ લોકોને સાંજે પાંચ વાગ્યાથી સાત તો કેટલાક વિસ્તારોમાં રાત્રે આઠ વાગ્યા સુધી બહારની પ્રવૃત્તિ કરવાથી દૂર રહેવાની સલાહ આપી છે. સાંજના સમયે એર ક્વોલિટી અત્યંત જોખમકારક સ્થિતિમાં પહોંચતી હોવાથી આ સલાહ અપાઇ છે.


Google NewsGoogle News