Get The App

દિલ્હીની ફાઈવ સ્ટાર હોટલમાં ઈન્સ્ટાગ્રામ મિત્રએ જ મહિલા સાથે આચર્યું દુષ્કર્મ, એક વર્ષ જૂના મામલે નોંધાઈ FIR

Updated: Oct 5th, 2024


Google NewsGoogle News
દિલ્હીની ફાઈવ સ્ટાર હોટલમાં ઈન્સ્ટાગ્રામ મિત્રએ જ મહિલા સાથે આચર્યું દુષ્કર્મ, એક વર્ષ જૂના મામલે નોંધાઈ FIR 1 - image


Delhi Woman Raped At Five Star Hotel: મહિલાઓની સુરક્ષા માટે અનેક કાયદા બનાવવામાં આવ્યા છે તેમ છતાં દરોરોજ દુષ્કર્મના કેસ સામે આવતા જ રહે છે. રોજબરોજ મહિલાઓ વિરુદ્ધ અપરાધના મામલા વધતા જ જઈ રહ્યા છે. હવે રાજધાની દિલ્હીથી દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. દિલ્હીની ફાઈવ સ્ટાર હોટલમાં એક મહિલા સાથે તેના જ મિત્રએ દુષ્કર્મ આચર્યું હોવાનો મામલો સામે આવ્યો છે. મહિલાએ આ મામલે FIR નોંધાવી છે. તમને જણાવી દઈએ કે, આ મામલો એક વર્ષ જૂનો છે.

એક વર્ષ બાદ નોંધાવી FIR

મહિલાએ દક્ષિણ દિલ્હીના રહેવાસી અમિત નામના યુવક પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. આ મામલો એક વર્ષ જૂનો છે પરંતુ 3 ઓક્ટોબરના રોજ FIR નોંધવામાં આવી છે. મહિલાએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું કે, મારા પતિનું ગત વર્ષે મૃત્યુ થઈ ગયુ હતું. ત્યારબાદ હું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ દ્વારા આરોપીના સંપર્કમાં આવી હતી. તેનો દિક્ષણ દિલ્હીમાં બિઝનેસ છે. 

પોલીસે આ મામલે તપાસ હાથ ધરી

ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં આરોપી અમિતે મને ફાઈવ સ્ટાર હોટલમાં બોલાવી હતી અને પછી મારી સાથે દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાની ફરિયાદ પર 3 ઓક્ટોબરના રોજ ફરિયાદ દાખલ કરી લેવામાં આવી છે. પોલીસે હવે આ મમાલે તપાસ હાથ ધરી છે. 


Google NewsGoogle News