દિલ્હી-NCRમાં પ્રદૂષણ વધે તે પહેલા GRAP લાગુ, જાણો કઈ વસ્તુઓ પર આજથી પ્રતિબંધ

GRAPને ચાર કેટેગરીમાં લાગુ કરવામાં આવે છે

Updated: Oct 1st, 2023


Google NewsGoogle News
દિલ્હી-NCRમાં પ્રદૂષણ વધે તે પહેલા GRAP લાગુ, જાણો કઈ વસ્તુઓ પર આજથી પ્રતિબંધ 1 - image

Graded Response Action Plan In Delhi NCR : દેશની રાજધાની દિલ્હીમાં શિયાળો શરુ થતા જ પ્રદુષણનું સ્તર વધવા લાગે છે. દિલ્હી-NCRની એર ક્વાલિટી બગાડે નહીં તે માટે કેજરીવાલ સરકારે વિન્ટર એક્શન પ્લાન તૈયાર કરી લીધો છે. કમિશન ફોર એર ક્વાલિટી મેનેજમેન્ટે આજથી ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP- Graded Response Action Plan) લાગુ કરી દીધો છે.

આજથી આ વસ્તુઓ પર પ્રતિબંધ

દિલ્હી-NCRમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ.

બાંધકામની સામગ્રી ખુલ્લામાં રાખી શકાશે નહીં.

વાહનમાંથી ધુમાડો નીકળતો જોવા મળશે તો તાત્કાલિક પગલાં લેવાશે.

ખુલ્લામાં કચરો સળગાવવામાં આવશે કે આગ લગાડવામાં આવશે તો કાર્યવાહી કરવામાં આવશે.

ડીઝલ જનરેટરનો ઉપયોગ ઈમરજન્સીમાં જ કરી શકાશે.

GRAPને ચાર કેટેગરીમાં લાગુ કરવામાં આવે છે

સ્ટેજ - 1 AQIનું સ્તર 201થી 300ની વચ્ચે

સ્ટેજ - 2 AQIનું સ્તર 301થી 400ની વચ્ચે

સ્ટેજ - 3 AQIનું સ્તર 401થી 450 વચ્ચે 

સ્ટેજ - 4 AQIનું સ્તર 450થી વધુ 

સ્ટેજ - 1 પર આ પ્રતિબંધો લાગુ થાય છે

જ્યારે સ્ટેજ 1 લાગુ કરવામાં આવે છે, ત્યારે CAQM 500 ચોરસ મીટર અથવા તેનાથી વધુ કદના પ્લોટ પર બાંધકામ અને ડિમોલિશનની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધનો નિર્દેશ કરે છે.

બાંધકામ અને ડિમોલિશનમાંથી નીકળતી ધૂળ અને કાટમાળના વ્યવસ્થાપન અંગેની સૂચનાઓનો અમલ કરવામાં આવશે.

રસ્તાઓ પર ધૂળ ઉડતી અટકાવવા માટે પાણીનો છંટકાવ કરવામાં આવશે.

ખુલ્લામાં કચરો સળગાવવા પર પ્રતિબંધ રહેશે. આમ કરવા બદલ દંડ વસૂલવામાં આવશે.

જ્યાં ભારે ટ્રાફિક હશે ત્યાં ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે.

PUCના નિયમોનો કડક અમલ કરવામાં આવશે. PUC વગર વાહનો ચાલશે નહીં.

NCRમાં ન્યૂનતમ પાવર કટ થશે. વીજળી માટે ડીઝલ જનરેટરનો ઉપયોગ કરવામાં આવશે નહીં.

સ્ટેજ 2 પર આ પ્રતિબંધો લાગુ થાય છે

દરરોજ રસ્તાઓ સાફ કરવામાં આવશે. જ્યારે દર બીજા દિવસે પાણીનો છંટકાવ કરવામાં આવશે.

હોટલ કે રેસ્ટોરન્ટમાં કોલસા કે તંદૂરનો ઉપયોગ કરવામાં આવશે નહીં.

હોસ્પિટલ, રેલ સેવા, મેટ્રો સેવા જેવી જગ્યાઓ સિવાય ડીઝલ જનરેટરનો ઉપયોગ બીજે ક્યાંય કરવામાં આવશે નહીં.

લોકોને જાહેર પરિવહનનો વધુને વધુ ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા માટે પાર્કિંગ ફીમાં વધારો કરવામાં આવશે.

ઇલેક્ટ્રિક અથવા સીએનજી બસો અને મેટ્રો સેવાઓ વધારવામાં આવશે.

સ્ટેજ 3 પર આ પ્રતિબંધો લાગુ થાય છે

દરરોજ રસ્તાઓ સાફ કરવામાં આવશે અને પાણીનો છંટકાવ પણ થશે.

હોસ્પિટલ, રેલ સેવા, મેટ્રો સેવા જેવી કેટલીક જગ્યાઓ સિવાય સમગ્ર દિલ્હી NCRમાં બાંધકામ અને ડિમોલિશનની પ્રવૃત્તિ બંધ થઈ જશે.

ઈંધણ પર ચાલતા ઉદ્યોગો પણ બંધ થઈ જશે. માત્ર દૂધ-ડેરી એકમો અને દવાઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગો-કારખાનાઓને મંજુરી આપવામાં આવશે.

દિલ્હી NCRમાં માઈનિંગ બંધ થઈ જશે. સ્ટોન ક્રશર અને ઈંટોના ભઠ્ઠાઓનું કામ પણ બંધ થઈ જશે.

BS III પેટ્રોલ અને BS IV ડીઝલ પર ચાલતી કાર પર પ્રતિબંધ લાગી શકે છે.

સ્ટેજ 4 પર આ પ્રતિબંધો લાગુ થાય છે

દિલ્હીમાં ટ્રકોનો પ્રવેશ બંધ રહેશે. માત્ર આવશ્યક ચીજવસ્તુઓનો વહન કરતી ટ્રકો જ આવી શકશે.

દિલ્હીમાં રજિસ્ટર્ડ મિડિયમ અને હેવી ડ્યુટી વાહનોના ચલાવવા પર પ્રતિબંધ. આવશ્યક ચીજવસ્તુઓનો વહન કરતા વાહનોને મંજૂરી આપવામાં આવશે.

દિલ્હીમાં રજિસ્ટર્ડ ડીઝલ પર ચાલતી કાર પર પ્રતિબંધ રહેશે. માત્ર BS VI એન્જિનવાળા વાહનો અને આવશ્યક સેવાઓમાં રોકાયેલા વાહનોને જ છૂટ આપવામાં આવશે.

ઉદ્યોગો અને કારખાનાઓ બંધ રહેશે. બાંધકામ અને ડિમોલિશન પ્રવૃત્તિઓ પર પણ પ્રતિબંધ રહેશે. માત્ર હાઈવે, રોડ, ફ્લાયઓવર, પુલ, પાઈપલાઈન બનાવવાનું કામ ચાલુ રહેશે.

NCRમાં રાજ્ય સરકારની ઓફિસોમાં માત્ર 50% કર્મચારીઓ જ આવી શકશે. બાકીના ઘરેથી કામ કરશે. કેન્દ્રના કર્મચારીઓ અંગે કેન્દ્ર સરકાર નિર્ણય લેશે.

સરકાર શાળાઓ, કોલેજો અથવા શૈક્ષણિક સંસ્થાઓ અને બિન-આવશ્યક વ્યવસાયિક પ્રવૃત્તિઓને બંધ કરવા અથવા ચાલુ રાખવા અંગે નિર્ણય લેશે.

  દિલ્હી-NCRમાં પ્રદૂષણ વધે તે પહેલા GRAP લાગુ, જાણો કઈ વસ્તુઓ પર આજથી પ્રતિબંધ 2 - image


Google NewsGoogle News