Get The App

75મો પ્રજાસત્તાક દિવસ : 14000 જવાનો તહેનાત, દિલ્હીની કરાઈ અભેદ્ય કિલ્લેબંધી

ક્વિક રિએક્શન અને સ્વૉટ ટીમ પણ તહેનાત કરવામાં આવી

Updated: Jan 26th, 2024


Google NewsGoogle News
75મો પ્રજાસત્તાક દિવસ : 14000 જવાનો તહેનાત, દિલ્હીની કરાઈ અભેદ્ય કિલ્લેબંધી 1 - image

image : IANS



Republic Day 2024: દેશમાં 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી શરૂ થઈ ચૂકી છે. દિલ્હીના કર્તવ્ય પથ પર થોડીકવારમાં જ કદમતાલ મિલાવતા નજરે પડશે. આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે દિલ્હીના દરેક ખૂણે ચાંપતી નજર રાખવા માટે 14 હજાર સુરક્ષા કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે. 

કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ

સ્પેશિયલ કમિશનર (સુરક્ષા) દીપેન્દ્ર પાઠકે જણાવ્યું કે 'હજારો અતિથિઓ માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સુરક્ષા કર્મચારીઓ ઉપરાંત કમાન્ડો, ક્વિક રિએક્શન ટીમ (QRT), પીસીઆર વાન અને સ્વૉટ ટીમ પણ અલગ-અલગ સ્થળોએ તહેનાત કરવામાં આવી છે. દિલ્હી પોલીસ કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.' સ્પેશિયલ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) મધુપ તિવારીએ જણાવ્યું હતું કે, 'વિસ્તારને 28 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે અને દરેક ઝોન પર ડીસીપી અથવા એડિશનલ ડીસીપીના નેતૃત્વમાં દેખરેખ રાખવામાં આવશે. દિલ્હી પોલીસે પણ મુલાકાતીઓની સુવિધા માટે ઘણી તૈયારીઓ કરી છે. પોલીસે મહત્ત્વપૂર્ણ સ્થળો પર ગુમ થયેલ લોકો માટે મિસિંગ બૂથ, હેલ્પ ડેસ્ક, પ્રાથમિક સારવાર અને વાહનોની ચાવીઓ જમાં કરાવવા માટે કેન્દ્રો ઉભા કર્યા છે.

દિલ્હી પોલીસની એડવાઈઝરી

દિલ્હી પોલીસે મુલાકાતીઓને સવારે 8 વાગ્યા સુધીમાં સ્થળ પર પહોંચી જવાની અપીલ કરી છે, જેથી ચેકિંગ પ્રક્રિયામાંથી પસાર થવામાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. ગઇ કાલે રાત્રે 10 વાગ્યાથી દિલ્હીની સરહદો સીલ કરવામાં આવી હતી આ દરમિયાન ભારે વાહનો અને માલસામાનની અવરજવર બંધ કરાઈ હતી. 

75મો પ્રજાસત્તાક દિવસ : 14000 જવાનો તહેનાત, દિલ્હીની કરાઈ અભેદ્ય કિલ્લેબંધી 2 - image



Google NewsGoogle News