Get The App

VIDEO: ‘સ્વસ્થ રહો, ખુશ રહો, માત્ર પ્રજાને ગુમરાહ કરવાનું છોડી દો’ આતિશીની તબિયત લથડતાં ભાજપનો કટાક્ષ

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
Atishi Marlena


Atishi Marlena Hunger Strike : દિલ્હીમાં પાણીની કકળાટ વચ્ચે રાજકીય ધમાસણ પણ ચાલી રહ્યું છે. એકતરફ હરિયાણા સરકાર પાસે પાણીની માંગ કરવાનો દિલ્હી હક હોવા મામલે આમરણાંત ઉપવાસ કરી રહેલા દિલ્હી સરકારના જળ મંત્રી આતિશીની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે, તો બીજી તરફ ભાજપે આતિશીના અનશન મામલે કટાક્ષ કર્યો છે.

VIDEO: ‘સ્વસ્થ રહો, ખુશ રહો, માત્ર પ્રજાને ગુમરાહ કરવાનું છોડી દો’ આતિશીની તબિયત લથડતાં ભાજપનો કટાક્ષ 2 - image

આતિશીના આમરણાંત ઉપવાસ સમાપ્ત : સંજય સિંહની જાહેરાત

વાસ્તવમાં રાજધાની દિલ્હીમાં ઘણા મહિનાઓથી પાણીનો કકળાટ ચાલી રહ્યો છે. આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)નો આક્ષેપ છે કે, હરિયાણા સરકાર દિલ્હી તરફ પાણી છોડી રહી નથી, જેના કારણે હરિયાણા સરકાર પાસે પાણી માંગવાનો દિલ્હીનો હક હોવાનો દાવો કરી આતિશી માર્લેના (Atishi Marlena) સત્યાગ્રહ પર ઉતરી આવી આમરણાંત ઉપવાસ પર બેસી ગયા હતા. જોકે સોમવારે મોડી રાત્રે તેમની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. AAPનાં સાંસદ સંજય સિંહે કહ્યું કે, આતિશીનું અનશન સમાપ્ત થઈ ગયું છે.

VIDEO: ‘સ્વસ્થ રહો, ખુશ રહો, માત્ર પ્રજાને ગુમરાહ કરવાનું છોડી દો’ આતિશીની તબિયત લથડતાં ભાજપનો કટાક્ષ 3 - image

ભાજપે આતિશીની અનશન મામલે કર્યો કટાક્ષ

બીજીતરફ દિલ્હી ભાજપે (BJP) આતિશીની અનશન મામલે કટાક્ષ કર્યો છે. દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવા (Virendra Sachdeva)એ આતિશીના આરોગ્ય અંગે ચિંતા વ્યક્ત કરવાની સાથે તેમણે સલાહ આપી છે કે, આતિશીએ પ્રજાને ગુમરાહ કરવાનું છોડી દીવું જોઈએ. સચદેવાએ કહ્યું કે, અમે તો 21 જૂનથી કહી રહ્યા છીએ કે, સત્યાગ્રહ તમારી તાકાતની વાત નથી. તમારો સત્ય સાથે કોઈ સંબંધ નથી. આ ઉપરાંત તેમણે કહ્યું કે, સત્યાગ્રહણની મૂળ ભાવના સત્ય માટે લડવાની છે. મહાત્મા ગાંધીજી, લાલા લજપત રાયથી લઈને વિનોબા ભાવે અને અન્ના હજારે સુધીના ઘણાં મહાનુભાવો સત્યને ઉજાગર કરવા માટે અનશન કરતા હતા. પરંતુ આતિશી વહીવટી નિષ્ફળતાઓ છુપાવવા માટે અનશન કરી રહ્યા છે.

VIDEO: ‘સ્વસ્થ રહો, ખુશ રહો, માત્ર પ્રજાને ગુમરાહ કરવાનું છોડી દો’ આતિશીની તબિયત લથડતાં ભાજપનો કટાક્ષ 4 - image

આતિશીનું સુગર લેવલ 36 પર પહોંચી ગયું

ઉપવાસ પર બેઠેલા આતિશીનું બ્લડ સુગર લેવલ અડધી રાત્રે ઘટીને 43 પર અને રાત્રે 3.00 કલાકે 36 પર આવી ગયું હતું. ખૂબ જ નીચા લેવલે બ્લડ સુગર લેવલ પહોંચી જવું ચિંતાજનક બાબત છે, તેથી ડૉક્ટરોની સલાહ બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયા એક વીડિયો શેર કર્યો છે, જેમાં આતિશીને સ્ટ્રેચર પર બેસાડી એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવાયા છે.


Google NewsGoogle News