VIDEO: દિલ્હીના રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગી, ફાયર બ્રિગેડની 12 ગાડી દોડાવાઈ

Updated: Jun 8th, 2024


Google NewsGoogle News
VIDEO: દિલ્હીના રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગી, ફાયર બ્રિગેડની 12 ગાડી દોડાવાઈ 1 - image


Delhi Fire: દિલ્હીના શાહીન બાગના 40 ફૂટ રોડ સ્થિત એક રેસ્ટોરન્ટમાં અચાનક આગ ફાટી નીકળી હતી. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર બ્રિગેડની 12 ગાડી ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. જો કે, આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. 

નરેલા ફેક્ટરીમાં આગ લાગતા ત્રણના મોત

ઉલ્લેખનીય છે કે, દિલ્હીના નરેલામાં આવેલી એક ફેક્ટરીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. જેમાં ત્રણના મોત અને છ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. ફેક્ટરીમાં આગની માહિતી મળતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફેક્ટરીમાં હાજર 9 લોકોને બચાવી લીધા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ફેક્ટરીનું બોઈલર ફાટવાથી જોરદાર વિસ્ફોટ થયો અને આગ લાગી. 


Google NewsGoogle News