Get The App

કેજરીવાલની એક જાહેરાતથી ભાજપને મોટો ઝટકો, મંદિરોના 100 વધુ ધર્મગુરૂ AAPમાં જોડાયા

Updated: Jan 8th, 2025


Google NewsGoogle News
કેજરીવાલની એક જાહેરાતથી ભાજપને મોટો ઝટકો, મંદિરોના 100 વધુ ધર્મગુરૂ AAPમાં જોડાયા 1 - image


Delhi Assembly Election: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીએ ભાજપને વધુ એક ઝટકો આપ્યો છે. ભાજપના મંદિર પ્રકોષ્ઠના ધર્મગુરૂઓ આપમાં જોડાયા છે. આપના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે દિલ્હીના પુજારીગણ માટે સનાતન સેવા સમિતિની રચના કરી છે. આ કાર્યક્રમમાં વિવિધ મંદિર સંસ્થાનના પુજારીઓ, ધર્મગુરૂઓને આપમાં જોડાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આપ પાર્ટીએ આજે જાહેરાત કરી હતી કે, તે સનાતન સેવા સમિતિની શરૂઆત કરવા જઈ રહી છે. ભાજપના મંદિર પ્રકોષ્ઠ (BJP Temple Cell)ના 100થી વધુ લોકો કેજરીવાલની ઉપસ્થિતિમાં આપમાં જોડાયા છે. દિલ્હીના તમામ પુજારી અમને સમર્થન આપી રહ્યા છે. અને અમને આશીર્વાદ આપી રહ્યા છે.

આ પણ વાંચોઃ કોંગ્રેસને મોટો ઝટકો, મમતા-અખિલેશ બાદ I.N.D.I.A.ના વધુ એક સાથીનો AAPને ટેકો

કેજરીવાલની સ્કીમ કામ કરી ગઈ

અરવિંદ કેજરીવાલે ચૂંટણી પ્રચારમાં પોતાની સરકાર ફરી રચાય તો મંદિરના પુજારીઓ અને ગ્રંથીઓને રૂ. 18000ની સહાય આપતી પુજારી ગ્રંથી સન્માન રાશિ સ્કીમ જાહેર કરી હતી. આ જાહેરાતના કારણે અનેક મંદિર સંસ્થાન સાથે જોડાયેલા લોકો આપને સમર્થન આપતાં જોવા મળ્યા છે. આજે વિજય શર્મા, આચાર્ય બ્રિજેશ શર્મા, મનિષ ગુપ્તા, દુષ્યંત શર્મા, ઉદયકાંત જ્હાં, વિરેન્દ્ર, સોહનદાસ, શ્રવણદાસ આપમાં જોડાયા છે. આ તમામ સભ્યો સનાતન સેવા સમિતિના સભ્ય બનશે.

અરવિંદ કેજરીવાલે કરી હતી જાહેરાત

અરવિંદ કેજરીવાલે પુજારી ગ્રંથી સન્માન રાશિ સ્કીમ જાહેર કરતાં નિવેદન આપ્યું હતું કે, 'સનાતન ધર્મ માટે ખૂબ મોટુ કામ કરવા જઈ રહ્યો છું. પુજારી અને સંત 24 કલાક કામ કરે છે, લોકો અને ભગવાન વચ્ચે સેતુની જેમ કામ કરતાં લોકોની સેવા કરવાની તક મળી છે. હું પોતાને ભાગ્યવાન માનું છું. મને જાણવા મળ્યું છે કે, ભાજપનું મંદિર પ્રકોષ્ઠ છે. આ સંસ્થાન સાથે જોડાયેલા લોકોને ભાજપ વચનો આપે છે, પરંતુ પૂરા કરતુ નથી. આમ આદમી પાર્ટી જે બોલે છે, તે કરે છે. અમે જાહેરાત કરવામાં વિલંબ જરૂર કર્યો છે, પરંતુ એકવાર જાહેરાત કરી દીધા બાદ અમે પાછળ નહીં હટીએ.'

કેજરીવાલની એક જાહેરાતથી ભાજપને મોટો ઝટકો, મંદિરોના 100 વધુ ધર્મગુરૂ AAPમાં જોડાયા 2 - image


Google NewsGoogle News