દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને મોટી સફળતા, લોરેન્સ બિશ્નોઈ ગેંગના બે શાર્પ શૂટર્સની કરી ધરપકડ

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને લોરેન્સ ગેંગના શૂટર્સ સાથે એન્કાઉન્ટર થયું હતું

બંને શાર્પ શૂટરો વિરુદ્ધ ઘણા જૂના કેસો નોંધાયેલા

Updated: Dec 9th, 2023


Google NewsGoogle News
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને મોટી સફળતા, લોરેન્સ બિશ્નોઈ ગેંગના બે શાર્પ શૂટર્સની કરી ધરપકડ 1 - image


Delhi Police Special Cell : દિલ્હીના VVIP વિસ્તારમાં દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ અને ગેંગસ્ટરો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું જેમાં પોલીસે લોરેન્સ બિશ્નોઈ ગેંગના બે શૂટરોની ધરપકડ કરી હતી અને બાદમાં તેમને દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચમાં લઈ જવાયા હતા જ્યાં બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને લોરેન્સ ગેંગના શૂટર્સ સાથે એન્કાઉન્ટર થયું હતું

સુત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજધાની દિલ્હીના VVIP વસંત કુંજ વિસ્તારમાં લોરેન્સ ગેંગના બે શાર્પ શુટર છે તેવી માહિતી પોલીસને મળતા દિલ્હી પોલસના સ્પેશિયલ સેલે તેમને પકડવા માટે આ વિસ્તારમાં ગયા હતા જ્યાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને લોરેન્સ ગેંગના શૂટર્સ સાથે એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટર દરમિયાન બંને તરફથી ભારે ગોળીબાર થયો હતો. આ એન્કાઉન્ટર બાદ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ગોલ્ડી બ્રાર અને લોરેન્સ બ્રિશ્નોઈ ગેંગના બે શાર્પ શુટરોની ધરપકડ કરી હતી. આ બે શૂટરોમાં એક સગીર હોવાનું જાણવા મળ્યુ હતું અને આ શૂટરો વિરુદ્ધ ઘણા જૂના કેસો નોંધાયેલા છે. બંને શૂટર્સના નામ આકાશ અને અખિલ છે જેઓ હરિયાણાના સોનીપત અને ચરખી દાદરીના રહેવાસી હોવાનું કહેવાયું છે.

પૂર્વ ધારાસભ્યના ઘરે ફાયરિંગ કર્યું હતું

પોલીસ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પંજાબના પૂર્વ ધારાસભ્ય દીપ મલ્હોત્રાના ઘરે ગોળીબારમાં બંને શૂટર્સ સામેલ હતા અને આ કામ ગોલ્ડી બ્રારના કહેવા પર કરવામાં આવ્યું હતું. ગોલ્ડીએ ભૂતપૂર્વ ધારાસભ્યને ધમકીના વૉઇસ નોટ્સ મોકલ્યા હતા અને બાદમાં રિકવરી માટે પણ ફોન કોલ કર્યા હતા.  આ સિવાય તાજેતરમાં જ ગોલ્ડીની સૂચના પર તેના સાગરિતોએ પંજાબમાં પૂર્વ ધારાસભ્યની દારૂની દુકાનો પણ સળગાવી દીધી હતી.

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને મોટી સફળતા, લોરેન્સ બિશ્નોઈ ગેંગના બે શાર્પ શૂટર્સની કરી ધરપકડ 2 - image


Google NewsGoogle News