દિલ્હીમાં ISISના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી સહિત 3ની ધરપકડ, NIAએ રાખ્યું હતું 3 લાખ રૂપિયાનું ઈનામ

શાહનવાઝની પૂછપરછ બાદ પોલીસે વધુ કેટલાક લોકોની અટકાયત પણ કરી

બે રાજ્યોમાં 60 સ્થળોએ NIAના દરોડા

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News
દિલ્હીમાં ISISના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી સહિત 3ની ધરપકડ, NIAએ રાખ્યું હતું 3 લાખ રૂપિયાનું ઈનામ 1 - image


Delhi police arrest NIA's most wanted : દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે દિલ્હીમાં આતંકવાદી નેટવર્કનો મોટો પર્દાફાશ કર્યો છે અને ISIS મોડ્યુલના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી સહિત 3 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આતંકવાદીની ઓળખ મોહમ્મદ શાહનવાઝ ઉર્ફે શફી ઉઝામા તરીકે થઈ છે. શાહનવાઝની પૂછપરછ બાદ પોલીસે વધુ કેટલાક લોકોની અટકાયત પણ કરી છે. શાહનવાઝ પર 3 લાખ રૂપિયાનું ઈનામ હતું. શાહનવાઝ અને અન્ય એક વ્યક્તિની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. ત્રીજા શંકાસ્પદની દિલ્હી બહારથી ધરપકડ કરવામાં આવી છે.

શાહનવાઝ દિલ્હીનો રહેવાસી છે 

દિલ્હી પોલીસે જણાવ્યું છે કે, શાહનવાઝ દિલ્હીનો રહેવાસી છે. તે વ્યવસાયે એન્જિનિયર છે. આતંકવાદી શાહનવાઝ પુણે પોલીસની કસ્ટડીમાંથી ભાગી ગયો હતો અને દિલ્હીમાં રહેતો હતો. હાલ આતંકીની પૂછપરછ કરવામાં આવી રહી છે. ખરેખર, NIAએ ISIS પુણે મોડ્યુલ કેસમાં 7 લોકોની ધરપકડ કરી હતી. આ દરમિયાન ત્રણ આતંકીઓ ભાગીને દિલ્હીમાં છુપાઈ ગયા હતા. આ ત્રણ આતંકવાદીઓમાંથી એક શાહનવાઝ ઉર્ફે શફી ઉઝામા છે.

  દિલ્હીમાં ISISના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી સહિત 3ની ધરપકડ, NIAએ રાખ્યું હતું 3 લાખ રૂપિયાનું ઈનામ 2 - image


બે રાજ્યોમાં 60 સ્થળોએ NIAના દરોડા 

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ આજે મોટી કાર્યવાહી કરતાં ડાબેરી ઉગ્રવાદીઓને નિશાને લીધા હતા. આ દરમિયાન અનેક સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. માહિતી અનુસાર આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં 60થી વધુ સ્થળોએ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. અગાઉ ઢાંગરીમાં થયેલા આતંકી હુમલામાં NIAએ પૂંછમાં ચાર સ્થળોએ દરોડા પાડ્યા હતા.



Google NewsGoogle News